ગુજરાત નો પૌરાણિક ઇતિહાસ (બ્લોગ-1)

milupedia
Milankumar shah
2
નમસ્કાર મિત્રો
                      આજે આપડે વાત કરવાના છે ગુજરાત ના ઇતિહાસ વિષે જેમાં ગુજરાત નું નામ ગુજરાત ક્યારે અને કેમ મળ્યું ની માહિતી મળશે તો ચાલો મોડુ કર્યા વગર આપડે  વાત કરીયે ગુજરાત ના ઇતિહાસ વિષે.............. જય શ્રી ગણેશ
                                                                                                                       
ગુજરાત ના ઇતિહાસ ની વાત કરવા માં આવે તો સૌ પ્રથમ ગજરાત નો ઇતિહાસ મનું ના પુત્ર થી સરું થાય છે જેની માહિતી આપ સૌને નીચેના ગ્રાફ ધ્વારા દર્શવા માં આવી છે

                 મનુ -> શરયાતી(મનુ નો પુત્ર) ->આનર્ત(શરયાતી નો પુત્ર) ->રાઇવતક (આનર્ત નોપુત્ર)             આમ પ્રાચીન ગુજરાત માં રાઇવતક નું સાશન જુનાગઢ ના ગિરનાર માં હતું
તેથી ગિરનાર ને રાઇવતક પર્વત પણ કહવામાં આવે છે
આમ પ્રાચીન ગુજરાત માં ગુજરાત આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો
અને પ્રાચીન ગુજરાત ની પ્રથમ રાજધાની કુશસ્થલી હતું
આમ જ્યારે શ્રી ક્રુષ્ણ મથુરા છોડી સૌરાષટ્ર તરફ આવે છે ત્યારે ગુજરાત માં આનર્ત ના પુત્ર રાઇવતક નું સાશન હોય છે જેમાં શ્રી ક્રુષ્ણ રાઇવતક ને હાર આપી સૌરાષટ્ર માં યાદવો ની સતા સ્થાપે છે  આમ ગુજરાત માં  યાદવો  ની સતા સ્થપાતાં કુશસ્થલી રાજધાની નું સમારકામ કરવામાં આવે છે  અને તેને નવું નામ આપવામાં આવે છે દ્વારવતી અને આજ દ્વારવતી રાજધાની સમયાંતરે દ્વારિકા તરીકે ઓળખાય છે
આમ પૌરાણિકકાળ માં આનર્ત નો પુત્ર રાઇવતક યાદવો સામે પરાજિત થયો હોવાથી યાદવો ની રાજ્યસતા સ્થપાઇ હતી પરંતુ યાદવો પછી કોઈ રાજવંશ ની ચોકશ માહિતી મળતી નથી

અને પછી મૌર્યર્કાળ ની શરૂઆત થાય છે  (જે દસ્તાવેજી યુગ છે )

મૌર્યર્કાળ ના આરંભ થી અને ચંદ્રગુપ્તમૌર્ય ના સમય થી ગુજરાત નો પ્રમાણિત ઇતિહાસ સરું થાય છે ચંદ્રગુપ્તમૌર્ય નો સમયગાળો (ઇ.પૂ- 324 થી 298) હતો
ચંદ્રગુપ્તમૌર્ય એ સૌરાષટ્ર માં તેના સુબા તરીકે પુષ્યગુપ્ત ની નિમણૂક કરી હતી તેનું વહીવટી મથક ગીરીનગર એટલે આજનું ગીરીનાર હતું
પુષ્યગુપ્ત નેહરો દ્વારા ખેતી નો સુવ્યવસ્થિત કરવા સુદર્શન તળાવ નું નિર્માણ કરાવ્યુ હતું
મૌર્યકાલ માં ગિરનાર રાજધાની હતી
આમ આગળ જતાં ચંદ્રગુપ્તમૌર્ય એ જૈન ધર્મની દિક્ષા લીધી અને ગાદી ત્યાગ કર્યો અને ગાદી પર ચંદ્રગુપ્તમૌર્ય નો પુત્ર બિંદુસાર ગાદી એ આવે છે
આમ આગળ બિંદુસાર પછી સમ્રાટ અશોક ગાદી પર આવે છે અને સમ્રાટ અશોક નું સાશન આગળ વધે છે
પણ જ્યારે સમ્રાટ અશોક કલિંગ પર વિજય મેળવવા જતાં સમયે તેની સામે હિંસા નજરે પડે છે તેના કારણે સમ્રાટ અશોક નું હ્રદયપરીવર્તન થાય છે અને સર્વધર્મ સંમભાવ પર ભાર આપી દેશ માં 14 શીલાલેખ કોતરાવેછે
         આમ જૈન ગ્રંથો અનુસાર ગુજરાત માં અશોક ના પુત્ર સંપ્રતિ નું સાશન પણ હતું પણ સમયાંતરે મૌર્ય સાશન નો અંત થયો અને શક-ક્ષાત્રપ કાળ ની શરૂઆત થઈ

શક-ક્ષાત્રપ કાળ-


મૌર્યકાળ પછી કોઈ પણ પ્રતાપી સાશક ના હોવા ને કારણે મધ્યએશિયા ના નિવાશી શક લોકો એ ભારત અને ગુજરાત માં સાશન કરયૂ આમ શક ના સાશન કરવા થી લોકો તેમણે ક્ષાત્રપ કહવા લાગ્યા

આમ રુદ્ધરાદામાં કાદિમ વંશ નો ક્ષાત્રપ હતો
 રુદ્ધરાદામાં ઇ.સ-130 થી 150 સુધી ગુજરાત માં સાશન માનવા માં આવે છે
 રુદ્ધરાદામાં ને મહાક્ષાત્રપ તરીકે ઓળખવામાં આવે છે
 રુદ્ધરાદામાં  નો ગુજરાત માં સૂબો સુવિશાખ હતો
 રુદ્ધરાદામાં ના સમય માં સુદર્શન તળાવ તૂટી ગયું હતું પણ રુદ્ધરાદામાં ના સુબા સુવિશાખ દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું અને તેના પછી સુદર્શન તળાવ પેહલા કરતાં પણ સુંદર રચના થઈ હતી
આ તળાવ સમારકામ નો ખર્ચ સુવિશાખ દ્વારા પોતે ઉપાડવા માં આવ્યો હતો
રુદ્ધરાદામાં નો શિલાલેખ પણ ગુજરાત ના ગિરનાર માં આવેલો છે
આમ રુદ્ધરાદામાં પછી 22 જેટલા ક્ષાત્રપ રાજા થઈ ગયા છેલા ક્ષાત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજા ની હાર થઈ અને મોત ને ભેટ્યા તેમણે હાર ગુપ્ત વંશ ના રાજા ચંદ્રગુપ્ત બીજા એ આપી હતી અને ગુજરાત માં ગુપ્ત સામ્રાજ્ય ની શરૂઆત થઈ
આ બે સામ્રાજ્ય દ્વારા આપડાં ને બે સંવત મળ્યા છે
વિક્રમ સંવત ઈ.પૂ-56
શક સંવત ઇ.સ-76
વિક્રમ સંવત ની શરૂઆત વિક્રમાંદિત્ય એ કરી
જ્યારે શક સંવત ની શરૂઆત કનિષ્ક દ્વારા કરવામા આવી


ગુપ્તકાળ-

આ ગુપ્તકાળ ને પ્રાચીન ભારત નો સુવર્ણ કાળ માણવા માં આવે છે
સમુદ્રગુપ્ત નો પુત્ર ચંદ્રગુપ્ત વિક્રમાંદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજા એ ઇ.સ-380 ના સમય માં સાશન ની શરૂઆત કરી  અને ભારત ભર માં કોઈ રાજ્ય સતા તેની સામે ટકી શકે તેમ ન હતી
ગુપ્તકાલ માં ગુજરાત ની રાજધાની ગીરીનગર હતી
આમ ગીરીનાર માં સ્કંધગુપ્ત નો શિલાલેખ આવેલો છે
ગુજરાત માં સ્કંધગુપ્ત નો સૂબો ચકરપાલિ હતો ચકરપાલી દ્વાર પલાશની નદી પરથી તૂટેલા સુદર્શન તળાવ નું સમાંરકામ કરવામાં આવ્યું હતું તળાવ ની પાળે ભગવાન વિષ્ણુ નું મંદિર પણ બનવામાં આવ્યું હતું
ગુપ્તયુગ માં ચાંદી ના સિક્કા નું ચલણ પણ બહાર પાડવા માં આવ્યું હતું જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત ના છે
સ્કંધગુપ્ત નું અવશાન થતાં ગુજરાત મા ગુપ્ત સામ્રાજ્ય નો અંત થયો અને મૈત્રકકાળ ની શરૂઆત થઈ

મૈત્રકકાળ-


આમ ગુજરાત નો આધારભૂત ઇતિહાસ વલ્લભીપુર(વલભી) થી શરૂઆત થાય છે
સેનાપતિ ભાટાર્ક એ ઇ.સ - 470 ની આસપાસ વલભી મા રાજ્યસતા સ્થાપી અને રાજધાની ગીરીનગર થી વલભી ખસેડી
મગધ ના ગુપ્ત સામ્રાજ્ય માથી ભાટાર્ક ગુજરાત ને મુકત કરવ્યું હોવાને કારણે
ગુજરાત ના ઇતિહાસ મા પુરુષ તરીકે ની ગણના ભાટાર્ક ની થાય છે
મૈત્રકકાળ મા દરેક ધર્મ ને સમાન માણવા મા આવતા આ કારણે મૈત્રકકાળ મા દરેક ધર્મ ની ઉન્નતિ થઈ હતી અને પ્રજા ખૂબ સુખી હતી
ગુજરાત ના વલભીપૂર મા આજે કોઈ દરિયા ના અવશેષો જોવા માળતા  નથી  પરંતુ વલભી એક સમૃદ્ધ બંદર હોય તેવા પુરાવા મળ્યા છે
વલભી એક સમૃદ્ધ વિદ્યાપીઠ હતી અને મૈત્રકવંશ ના સાશકો વિધ્યાભ્યશી હોવા થી શિક્ષણ ને પણ વેગ મળ્યો હતો
વલભી વિધ્યાપીઠ ની સ્થાપના શાશક ધરસેન ના સમય મા થઈ હતી
ઇ.સ - 641 ની આસપાસ મા આવેલા ચીની મુસાફર હું-એન-સ્તંગ અનુસાર વલભી એક મોટું બંદર મોટી વિધ્યાપીઠ અને સમૃદ્ધ નગર છે જેની જમીન પણ ફળદ્રુપ છે  અને હરિયાળી ની દ્રષ્ટિ એ ખૂબ સુંદર શહેર છે
વલભી મા અનેક ધનવાનો વસે છે તેમજ બ્રાંહન અને બૌદ્ધ ધર્મીઓનો પ્રભાવ વધુ છે
ચીની યાત્રી ઇતસિંગ અનુસાર ભારત મા બે મોટી વિધ્યાપીઠ છે જેમાં નાલંદા અને વલભી નો સમાવેશ થાય છે
હું-એન-સ્તંગ ધ્રુવસેન બીજા ના સમય મા વલભી ની મુલાકાત લીધી હતી
મૈત્રકવંશ ની સમૃદ્ધિ ના કારણે ભારત ના મહાન શાસક હર્ષવર્ધને તેની પુત્રી ના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા હતા
અને ધ્રુવસેન પ્રથમ ના સમય મા જૈન ધર્મ ના ગ્રંથો લિપિબુદ્ધ થયા હતા
આમ ઇ.સ - 788  મા અરબો અને સિંધ ના હોસેમો દ્વારા વલભી પર એકવાર આક્રમણ કરવામા આવ્યું પરંતુ નિસફળ રહ્યા તે સમયે ધ્રુભટ્ટ નું શાસન હતું અને ફરી વાર અરબો અને સિંધ ના હોસેમો આક્રમણ કર યૂ  અને વલભી લૂટયું અને ધ્રુભટ્ટ નું મૃત્યુ થયું
આમ ભારત મા અરબો અને સિંધ ના હોસેમો ના આક્રમણ થી મહત્વના સ્થળો નો નાશ થયો
લોકવારતા મુજબ મૈત્રક સતા નો અંત એક વાળ ઓળવા ની કાગશી માનવામાં આવે છે જે ઘટના વલભી મા વસતા એક વેપારી કાકુ  અને શિલાદિત્ય સાતમા ની પુત્રીઓ સાથે જોડાયેલી છે

અનુમૈત્રકકાળ-


મૈત્રકકાળ નો અંત થયો તે પેહલા જ સૌરાસ્ટ્ર મા અને ક રાજ્યસતા સ્થપયેલી હતી
જેમાં ચાલુક્યવંશ ના પુલકેશી ભરુચ મળવા અને ગુર્જર રાજ્ય ના રાજા હતા આમ ચાલુક્યવંશ ના છેલા રાજા વિજયરાજ હતા
રાષ્ટ્રકૂટો ની સત્તા પણ ટૂક સમય મા જ  દક્ખન ના રાષ્ટ્રકૂટો ના હાથ મા આવી હતી
મૈત્રકકાળ ના અંત સુધી મા જ રાષ્ટ્રકૂટો અને ગુર્જર પ્રતિહારવનશો આ સામ્રાજ્ય નો વિસ્તાર વધારવાની કવાયત હાથ ધરી હતી
અંદાજિત 200 વર્ષ જેટલા સમયગાળા માટે ગુર્જર પ્રતિહારઓ ગુજરાત પર શાસન કર યૂ
જેમાં નાગભટ પ્રથમ, કાકુસ્ત્યરાજ, દેવરાજ , અને વાત્સ્યારાજ ને પ્રતાપી રાજાઓ ગણવામાં આવે છે
આનર્ત, સૌરાષ્ટ્ર અને લટ્ટ પ્રદેશો ને જોડતા વિસ્તાર નું નામ ગુર્જર દેશ હતું
અને ત્યાર બાદ ગુજરાત પડ્યું હશે
ગુરજરો વિષે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ તેમની રાજધાની ભીલ્લમલ-શ્રીમાલ હતી જેથી ગુજરાત ની પ્રથમ રાજધાની તરીકે ભીલ્લમલ અને શ્રીમાલ ની ગણના થાય છે
હર્ષચરિત્ર મા ગુરજરો નો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મલે છે
હર્ષચરિત્ર ની રચના બાણભટ્ટે કરી હતી
જ્યારે ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ આબુ રાસ માથી મળે છે
ભીલ્લમલ અને શ્રીમાલ રાજેસ્થાનના ઉતર-પશ્ચિમ મા આવેલું છે

આમ મિત્રો અહી ઇ.સ -746 થી 942 સુધી દરમીયાન ઉતર ગુજરાત મા ચાવડા વંશ અને ગુર્જર પ્રતિહાર વંશ તેમજ દક્ષિણ ગુજરાત મા રાષ્ટ્રકૂટો નું શાસન હતું

 
આમ  મિત્રો આપડે આ બ્લોગ મા ગુજરાત નો પ્રાચીન ઇતિહાસ વિષે જાનિયું કેવી રીતે ગુજરાત ને ગુજરાત નામં મળ યુ તે જાનિયું હવે બીજા બ્લોગ મા આપડે ચાવડાવંશ વિષે જાણીશું........નમસ્કાર






Post a Comment

2Comments

  1. ખૂબ ખૂબ આભાર

    ReplyDelete
  2. આજ સુધી આ માહિતી નોહતી મળી આભાર 🙏🏻

    ReplyDelete
Post a Comment