નમસ્કાર મિત્રો
આપડે (બ્લોગ-8) માં વાત કરી ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત શાસકો માં નાસૂરૂદ્દીન અહેમદશાહ અને કુતુબુદ્દીન અહેમદશાહ વિષે હવે આપડે આજે તેમાં આગળ (બ્લોગ-9) માં વાત કરીશું
ગુજરાત ના અકબર તરીકે ઓળખાતા ફતેહખાન એટલે કે મહુમદ બેગડા વિષે
તો ચાલો મિત્રો આપડે આજે જાણીએ મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસક મહુમદ બેગડા વિષે
મહુમદ બેગડો-
આમ મહુમદ બેગડા ની વાત કરવામાં આવે તો ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસકો માં કુતુબુદ્દીન અહેમદશાહ પછી ફતેહખાન એટલે કે મહુમદ બેગડા નું શાસન ગુજરાત માં આવે છે
આમ મહુમદ બેગડા નું મૂળ નામ ફતેહખાન હતું પણ તેને ગુજરાત ની ગાદી પર બેસવા માટે પોતાનું નામ નાસૂરૂદ્દીન મહુમદશાહ નામ ધારણ કર્યું
આ નાસૂરૂદ્દીન મુહમદશાહ એ આગળ જતાં બે ગઢ જીત્યા ચાંપાનેર(પાવાગઢ) અને બીજું જુનાગઢ અને આ બે ગઢ જીતવા થી તે મહુમદ બેગડો તરીકે ઓળખાયો
જ્યારે મહુમદ બેગડા એ ચાંપાનેર(પાવાગઢ) જીત્યું તે સમયે ત્યાં પતઈ રાવળ નું શાસન હતું
અને જ્યારે જુનાગઢ જીત્યું તે સમયે ત્યાં રા'માંડલિક નું શાસન હતું
આમ મહુમદ બેગડા ને એક વીર રાજ્યકર્તા માનવામાં આવે છે
આમ મહુમદ બેગડા એ તેના સમય માં એટલેકે ઇ.સ-1458 થી 1513 દરમિયાન ત્યાં ફિરંગીઓ નું દમણ પણ કર્યું હતું
જ્યાં ચોરી-અને-લૂટફાટ થતી હતી ત્યાં તેવા કાર્યો ને પણ નહિવત કર્યું હતું
અને દરિયાઓ માં ચાચિયાઓ ને પણ ઠેકાણે લાવી શાંત પડી દીધા હતા
મહુમદ બેગડા એ તેના સમય માં અનેક સુંદર બાંધકામો, બાગ-બગીચાઓ, વાવ, કૂવાઓ, વગરે વસ્તુ નું નિર્માણ કરાવ્યુ હોવાથી મહુમદ બેગડા ને ગુજરાત ના સુલતાનો માં સૌથી મોટો સુલ્તાન માનવામાં આવે છે
આમ મહુમદ બેગડા એ ત્રણ નગરો પણ વસાવ્યા
1.મુસ્તુફાબાદ (જુનાગઢ પાસે આવેલું છે)
2.મુહૂમ્મ્દાબાદ (ચાંપાનેર નું જૂનું નામ)
3.મહેમદાવાદ (વાત્રક નદીના કિનારે આવેલું છે)
આમ મહુમદ બેગડા એ કુલ ત્રણ નગર વસાવ્યા અને મહુમદ બેગડો થોડો થોડો સમય અલગ અલગ જગ્યા એ રહતો હતો આબોહવા મુજબ જેમકે
ચોમાસા માં મુહૂમ્મ્દાબાદ (ચાંપાનેર)(પાવાગઢ) માં રહતો
ઉનાળા માં અઃમદાવાદ માં રહતો
અને શિયાળા માં મુસ્તુફાબાદ (જુનાગઢ) માં રહતો
આમ મહુમદ બેગડા એ જ્યારે મહેમદાવાદ શહેર સ્થાપ્યું ત્યારે મહેમદાવાદ માં વાત્રક નદીના કિનારે
ચાંદા-સુરજ મહેલ અને આઠ ખંડો ધરાવતો ભમ્મરિયો કૂવા નું નિર્માણ પણ કરાવ્યુ
અને સુપ્રસિદ્ધ ગાંધીનગરની અડાલજ ની વાવ જ્યારે બની હતી તે સમયે મહુમદ બેગડા નું શાસન હતું
આમ ભારત માં સૌપ્રથમ તોપ-ગોળા નો ઉપિયોગ મહુમદ બેગડા દ્વારા કરવામાં આવ્યો હતો
એમ પણ કેહવાય છે કે મહુમદ બેગડો એ આખા દિવસમાં 35 કિલ્લો ભોજન લેતા હતા
આમ મહુમદ બેગડા ના સમય માં બાગ-એ-ફીરદોસ અને બાગ-એ-શબાના ની રચના થઈ હતી
મહુમદ બેગડા ના સમયમાં ચાંપાનેર માં સ્થપાયેલી જૂમ્મા મસ્જિદ જોવા લાયક છે
આમ મહુમદ બેગડા ની બે રાની હતી અને આ બને રાની દ્વારા અમદાવાદ માં બે મસ્જિદ બંધવામાં આવી
એક રાની અસની દ્વારા અમદાવાદ માં રાણી સિપ્રી ની મસ્જિદ બંધવામાં આવી
જ્યારે રાણી બીજી રાણી દ્વારા અમદાવાદ માં રાણી રૂપમતી ની મસ્જિદ બંધવામાં આવી
આમ મહુમદ બેગડા ને ભારત ના સિકંદર લોધી અને રાણા સંગા ના સમકાલીન માનવામાં આવે છે
આમ મહુમદ બેગડા ને ગુજરાત નો અકબર તરીકે ઓળખવામાં આવે છે
મહુમદ બેગડા ની કબર(રોજો) અમદાવાદ ના સરખેજ ખાતે આવેલી છે
છેલ્લે મહુમદ બેગડા ના સેનાપતિ મલિક આયઝે પોર્ટુગીઝો સામે યુદ્ધ કર્યું હતું
ચાંપાનેર વિષે થોડી માહિતી -
મહુમદ બેગડા એ ચાંપાનેર ને બીજી રાજધાની બંનાવી હતી
ચાંપાનેર ના ઇતિહાસ ની વાત કરવામાં આવે તો જ્યારે મહુમદ બેગડા એ ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે અંદાજિત વીસ મહિના જેટલો સમય પતઈ રાવળ(ચૌહાણ રાજા જયસિંહ રાવળ) ની સત્તા ઉપર મહુમદ બેગડા એ ઘેરો કર્યો હતો જે અનુસાર પતઈ રાવળ અને તેમના સેનાપતિ ડુંગરસી ઘવાયેલી હાલતમાં મળ્યા હતા અને પતઈ રાવળે ઇસ્લામ ધર્મ નો અંગીકાર કરવાની ના પાડતા મહુમદ બેગડા એ તેમની હત્યા કરી દીધી હતી
મહુમદ બેગડા ને ચાંપાનેર ને બીજું મક્કા બનવાની ઈચ્છા હતી
મહુમદ બેગડો ચાંપાનેર ને શહેરે મુકર્મ કહતો હતો
ચાંપાનેર ના કુલ પાંચ દરવાજા હતા
ચાંપાનેર માં કામચલાઉ એક ટંકશાળા પણ સ્થાપવામાં આવી હતી આ ટંકશાળા માં સિક્કા બનાવમાં આવતા અને આ સિક્કા પર ઉપર મુહ્મ્મ્દાબાદ ઉર્ફે ચાંપાનેર છાપવામાં આવતું
મહુમદ બેગડા એ ચાંપાનેર માં કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, જૂમ્મા મસ્જિદ, કિલ્લો(ચાંપાનેર નો ભદ્ર) વગેરે વસ્તુની રચના કરવી હતી
મહુમદ બેગડા એ તેના સમય માં લશ્કરી-બઁક જેવી સુવિધા ની શરૂઆત કરી
ચાંપાનેર યૂનેસ્કો વર્લ્ડ હેરિટેઝ સાઇટ માં સ્થાન પામનાર ગુજરાત નું પ્રથમ સ્થળ છે
આમ અહી ગુજરાત માં મહુમદ બેગડા નું શાસન પૂરું થાય છે અને ગુજરાત મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત માં મુઝફ્ફરશાહ બીજા નું શાસન શરૂ થાય છે
આમ મિત્રો આપડે આજે આ બ્લોગ એટલેકે(બ્લોગ-9) માં વાત કરી મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસક મહુમદ બેગડા વિષે હવે આપડે બીજા બ્લોગમાં એટેલેકે(બ્લોગ-10) માં વાત કરીશું મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસક મુઝફ્ફરશાહ બીજા વિષે ..............................................................................................................નમસ્કાર
વાત્રક કાઢે વસેલા સરખેજ ,બારમુવડાનો ઈતિહાસ જણાવજો
ReplyDelete