નમસ્કાર મિત્રો
આપડે બ્લોગ-3 માં વાત કરી મધ્યકાલીન ગુજરાત સોલંકી વંશ વિષે હવે આપડે આજે વાત કરીશું બ્લોગ-4 મધ્યકાલીન ગુજરાત વાઘેલા વંશ વિષે
તો ચાલો મિત્રો આપડે આજે જાણીએ વાઘેલા વંશ વિષે
આપડે બ્લોગ-3 માં વાત કરી મધ્યકાલીન ગુજરાત સોલંકી વંશ વિષે હવે આપડે આજે વાત કરીશું બ્લોગ-4 મધ્યકાલીન ગુજરાત વાઘેલા વંશ વિષે
તો ચાલો મિત્રો આપડે આજે જાણીએ વાઘેલા વંશ વિષે
ધોળકા ના રાજા લવણપ્રસાદ છે અને લવણપ્રસાદ ના પુત્ર વિરધવલ છે આજ વિરધવલ ના પુત્ર વિસલદેવ સોલંકી વંશ ના છેલ્લા રાજા ત્રિભુવનપાલ ને સત્તા પરથી દૂર કરે છે અને તે પોતે સત્તા લઈ રાજગાદી પર આવે છે જેથી ત્યાં સોલંકી વંશ નું શાસન પૂરું થાય છે અને વાઘેલા વંશ નું શાસન ચાલુ થાય છે અને ગુજરાત માં વાઘેલા વંશ નું શાસન આવે છે વાઘેલા વંશ નો સમય ગાળો ઇ.સ-1244 થી 1304 સુધી નો સમય ગાળો વાઘેલા વંશ નો ગણાય છે વાઘેલા વંશ માં આમ તો ગણા શાસક થઈ ગયા પણ વિસલદેવ વાઘેલા,અર્જુનદેવ વાઘેલા,સારંગદેવ વાઘેલા અને કર્ણદેવ વાઘેલા જેવા રાજા ઑ ની માહિતી મળી આવે છે
વિસલદેવ વાઘેલા(ઇ.સ-1244-1262) -
વિસલદેવ વાઘેલા વાઘેલા વંશ ના પ્રથમ રાજા બને છે તેથી વિસલદેવ વાઘેલા ને વાઘેલા વંશ ના સ્થાપક તરીકે ઓળખવા માં આવે છે વિરધવલ ના બે પુત્રો હોય છે વિરમદેવ વાઘેલા અને વિસલદેવ વાઘેલા વિરમદેવ વાઘેલા વિરમગામ માં વસવાટ કરી વિરમગામ નો વિકાસ કર્યો
પણ વસ્તુપાલ અને તેજપાલ નામના બે વણિક મંત્રી ભાઈઓ વિરમદેવ પાસેથી વિરમગામ ની સત્તા છિનવી લે છે અને વિસલદેવ વાઘેલા ને સોપી દે છે વસ્તુપાલ અને તેજપાલ વીરધવલ નાજ મંત્રી હોય છે
આમ વિસલદેવ વાઘેલા નું શાસન આવે છે જે સમયે ગુજરાત માં અકાળ પડ્યો હતો તે સમયે ગુજરાત માં વિસલદેવ વાઘેલા નું શાસન હતું ત્યારે વિસલદેવ વાઘેલા એ લોકો ને રોજી-રોટી માટે કામ આપ્યું અને અનાજ માટે પોતાના કોઠારો ખાલી કરી નાખ્યા હતા
આજ સમય માં કચ્છ માં જગડુંશા નામક નગરશેઠ પણ પોતાના અનાજના કોઠારો ને રાજા વિસલદેવ વાઘેલા ને આપી દીધા અને રાજા અને પ્રજા બંને ને મદદ કરી હતી
વિસલદેવ વાઘેલા એ ડભોઈ માં કડક નામનું તળાવ બંધાવ્યું અને વૈધનાથ મહાદેવ મંદિરનો જીણોદ્વાર પણ કરાવ્યો આ વૈધનાથ મંદિર ડભોઇના કિલ્લા માં આવેલું છે વિસલદેવ વાઘેલા એ ડભોઇ ના કિલ્લા નું સમારકામ પણ કરાવ્યુ હતું
આમ વિસલદેવ વાઘેલા એ વિસનગર નામનું શહેર પણ વસાવ્યું
આમ વિસલદેવ વાઘેલા ને અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન તરીકે પણ ઓળખવા માં આવે છે
વિરધવલ ના બે વણિક મંત્રી વસ્તુપાલ અને તેજપાલ વિષે માહિતી -
બે વણિક ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલ ધોળકા રાજા વીરધવલ ના મંત્રીઓ હતા અને વિસલદેવ વાઘેલા ના સમય માં આ બે ભાઈઓ એ માહત્વ નો ભાગ ભજવ્યો હતો જેમને દેલવાડાના દેરા તેમજ પાલિતાણા માં શેત્રુંજય પર્વત ઉપર દેરાસર બંધાવ્યા હતા તેજપાલ ની પત્ની નું નામ હતું અનુપમાદેવી અને વસ્તુપાલ ની પત્ની નું નામ હતું લલિતાદેવી આજ બે દેરાણી-જેઠાણી ની ગોખલા તેમજ અલગ દેરાણી-જેઠાણી ના મંદિર આબુ ના દેલવાડા ના મંદિરો માં આવેલા છે
આમ સોલંકી વંશ માં ભીમદેવ બીજા ના સમય માં પણ વસ્તુપાલ અને તેજપાલે સાચો વહીવટ ચલાવ્યો હતો
આમ વાઘેલા વંશ માં વિસલદેવ વાઘેલા પછી અર્જુનદેવ દેવ વાઘેલા આવે છે જેમણે સોમનાથમાં મજજીદ બાધવાની મંજૂરી આપી હતી
આમ અર્જુનદેવ વાઘેલા પછી સારંગદેવ વાઘેલા રાજગાદી પર આવે છે જેમને સોમનાથ મંદિર નો જીણોદ્વાર કર્યો હતો
આમ સારંગદેવ વાઘેલા પછી ગુજરાત માં છેલ્લો હિન્દુ રાજા રાજપૂત કર્ણદેવ વાઘેલા નું શાસન આવે છે
કર્ણદેવ વાઘેલા(ઇ.સ-1296-1304)
કર્ણદેવ વાઘેલા એક રંગીન મિજાજી હોવાને કારણે તેમણે ગુજરાત ના ઇતિહાસ માં કરણઘેલો તરીકે પણ ઓળખવા માં આવે છે
કર્ણદેવ વાઘેલા નો માધવ નામનો એક સેનાપતિ હતો આ સેનાપતિ ને કર્ણદેવ સાથે મતભેદ થવા થી તેને કર્ણદેવ સાથે વેર વળવા નું નક્કી કર્યું અને માધવે દિલ્લી માં રાજ કરતાં અલ્લાદ્દીન ખિલજી ને ગુજરાત પર આક્રમણ કરવાનું અને તે આક્રમણ માં અલ્લાદ્દીન ખિલજી ને તમામ પ્રકાર ની મદદ કરવાનું પણ તેને જણાવ્યુ ત્યારે અલ્લાદ્દીન ખિલજી એ તેના બે સરદાર ગુજરાત માં મોકલ્યા અને તેમણે પાટણ ને લૂટયું અને રુદ્રામહાલય ભાંગી નાખ્યો અને સોમનાથ મંદિર નો પણ નાશ કર્યો
અને સુરત અને ખંભાત પણ તેમણે લૂંટી લીધું
કર્ણદેવ વાઘેલા ત્યાંથી નાશી છુટ્યા હતા પરંતુ અંતે તેમની હાર થઈ અને મૃત્યુ પામ્યા
આમ કર્ણદેવ વાઘેલા ગુજરાત ના છેલ્લા હિન્દુ રાજા અને રાજપૂત રાજા તરીકે ઓળખાય છે જે કર્ણદેવ વાઘેલા રાયણ કરણવાઘેલા તરીકે પણ ઓળખાય છે
નંદ શંકર મેહતા એ કર્ણદેવ વાઘેલા પર રાયણ કરણઘેલો નામનું પુસ્તક લખ્યું છે
આમ ગુજરાત ગુજરાત માં મધ્યકાલીન સમય અને દિલ્લી સલ્તનત ની શરૂઆત થઈ ગઈ
કરણદેવ વાઘેલા ની દીકરી દેવળદેવી ને દેવગીરીના યાદવ રામચંદ્ર એ અલ્લાદ્દીન ખિલજી સામે આશ્રય આપ્યો હતો જે કારણોસર અલ્લાદ્દીન ખિલજી ના મૂળ ખંભાત ના સેનાપતિ માલિક ફાકુરે રામચંદ્ર ને પરાજય આપી ત્યાં દેવગીરી માં ખિલજી વંશ ની સત્તા સ્થાપી અને આમ ગુજરાત માં સલ્તનત યુગ ની શરૂઆત થઈ
તો મિત્રો આજે આપડે આ બ્લોગ એટલે કે(બ્લોગ-4) માં વાત કરી વાઘેલા વંશ વિષે અને વાઘેલા વંશ નો ઇતિહાસ જાણ્યો અને હવે બીજા બ્લોગમાં એટ્લે કે(બ્લોગ-5) વાત કરીશું ગુજરાત માં સલ્તનત યુગ ની શરૂઆત વિષે .................................................................................................................................નમસ્કાર
આગળ આવીજ માહિતી મળતી રહે, આભાર 🙏🏻
ReplyDeleteNice😊
ReplyDelete