મધ્યકાલીન ગુજરાત ભવાઇ ના પિતા અસાઇત ઠાકર(બ્લોગ-5)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો
                       આપડે (બ્લોગ-1થી4) માં વાત કરી પૌરાણિક ઇતિહાસ અને મધ્યકાલીન ગુજરાત ના ઇતિહાસ વિષે હવે આપણે આજે (બ્લોગ-5) માં વાત કરીશું મધ્યકાલીન ગુજરાત માં થઈ ગયેલા અસાઇત ઠાકર વિષે જેમણે ભવાઇ ના પિતા તરીકે આપણે ઓળખીએ છે
                                           તો ચાલો મિત્રો આપડે આજે જાણીએ અસાઇત ઠાકર વિષે
અસાઇત ઠાકર ની વાત કરવામાં આવે તો મધ્યકાલીન ગુજરાત માં વાઘેલા વંશ ના છેલ્લા સમય માં જ્યારે અલાઉદ્દીન ખિલજી એ જ્યારે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અલાઉદ્દીન ખિલજી ના બંને સરદારો એ પાટણ પર ચડાઈ કરી હતી ત્યાં લૂટફાટ ની પ્રવુતી ચાલુ કરી હતી પણ સાથે સાથે બહેન-દીકરીઓ ની લાજ પણ તેઓ લૂટતા હતા ત્યારે એક વાર પાટણ માં રેહતા બ્રમ્હાણ જાતિ ના અસાઇત ઠાકર ના ઘરે બાજુ ના ગામમાં થી એક કડવા પાટીદાર સમાજની દીકરી કામ અર્થે આવી હતી
ત્યારે અલાઉદ્દીન ખિલજી ના સરદારો નુસરત ખાન અને ઉલૂઘખાન ત્યાં આવી પોહચે છે અને આ દીકરી ની માંગણી કરે છે ત્યારે દીકરી ની લાજ બચાવવા સંગીત ની વિધ્યા જાણતા અસાઇત ઠાકર આ અલાઉદ્દીન ખિલજી ના સરદારો સામે સંગીત ની બંદગી પેશ કરે છે ત્યારે બંને સરદારો અસાઇત ઠાકર થી ખુશ થઈ જાય છે અને અસાઇત ઠાકર ને જે જોઈએ તે આપવાનું તે કહે છે
ત્યારે અસાઇત ઠાકર માંગે છે કે સરદાર તમે જે દીકરીની ધરપક્ક્ડ કરો છો તો મારી આ દીકરી ની ધરપક્ક્ડ થાય નહીં ત્યારે ત્યાં ઉભેલો એક ચાડિયો કહે છે કે અસાઇત તારે તો ક્યાં દીકરી છે અને આ દીકરી તારી હોય તો તેની સાથે એક ભાણ જમ
જો અસાઇત ઠાકર તે દીકરી સાથે એક ભાણ જમી લે તો તેમણે બ્રમ્હાણ ધર્મભ્રષ્ટ થાય અને તેમણે નાત ની બહાર કાઢી મૂકવા માં આવે અને એક ભાણ ના જમે તો અલાઉદ્દીન ખિલજી ના સરદારો તે દીકરી ની ધરપક્ક્ડ કરી દે ત્યારે અસાઇત ઠાકરે દીકરી ની લાજ બચાવવા માટે તે દીકરી સાથે એક ભાણ જમવા નું નક્કી કર્યું અને તે દીકરી સાથે ભોજન લીધું આમ કરવાથી અસાઇત ઠાકર નો ધર્મભ્રષટ થયો અને તેમણે તમની નાતમાથી બહાર કાઢી મૂકવામાં આવ્યા
આમ તેમનો ધર્મભ્રષ્ટ થતાં તેમણે હવે ખવાપીવા ની ફાફા પડવાના હતા પરંતુ તેમણે બાજુના ગામ વાળા એ અસાઇત ને વાર્ષિક રકમ આપવાનું નિશ્રિત કર્યું હતું તેમ છતાં અસાઇત ઠાકર ને મન માં વિચાર આવ્યો કે આ મફતનું શું ખાવાનું
આજ કારણો થી અસાઇત ઠાકર પોતાના ત્રણ સંતાનો લઈ સાથે ભવાઇ મંડળી ની શરૂઆત કરે છે
આમ અસાઇત ઠાકર લોકો નું મનોરંજ કરતાં જાય છે અને એક નો એક વેશ વારંવાર ભજવો ના પડે તે માટે અસાઇત ઠાકર કુલ 360 જેટલા વેશ ની રચના કરે છે
જેમાં સૌથી જૂના માં જૂનો વેશ રામદેવપીર નો વેશ માનવામાં આવે છે
આમ અસાઇત ઠાકર ને ભવાઇ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે


ભવાઇ ના જાણીતા વેશો ની વાત કરવામાં આવે તો
પ્રથમ રામદેવપીર નો વેશ ,કાન-ગોપીનો વેશ, ઝંડા-ઝૂલણ નો વેશ, છેલબટાઉ વેશ, મણિબા સતીનો વેશ,
વિકો સિસોદીયા નો વેશ, પતાઈ રાવલ નો વેશ, કાજોડા નો વેશ, મિયાબીબી નો વેશ, સઘરા-જેસંગ નો વેશ,  આમ અસાઇત ઠાકરે અલગ-અલગ 360 જેટલા વેશો ની રચના કરી

ભવાઇ ના વિષે જાણવા જેવુ
અસાઇત ઠાકર એ તરગાળા વંશ ના હતા
ભવાઈનો અર્થ ભવની વહી એટ્લે કે ભવની કથા જિંદગી ની કથા
ભવાઇ માં માતા ઉમિયા માતાજી નો મહાપ્રસાદ આપવામાં આવે છે
ભવાઇ માં એક ભૂંગળ નામનું એક વાંજિત્ર હોય છે
ભવાઇ ના પાત્ર ને ખેલૈયા કેહવાય
ભવાઇ ના મુખ્ય પાત્ર રંગલો-રંગલી હોય છે
ભવાઇ માં ભાણ-ભાણિકા જેવો ખેલ કરનાર ને ભાંડ તરીકે ઓળખવા માં આવે છે
ભવાઇ નો વેશ શિખવનાર ને વેશગોર તરીકે ઓળખવામાં આવે છે
ભવાઈ માં ત્રણ પુરુષ વેશ ભજવે તો તો તેને મૂછબંધ કેહવાય
ભવાઇ માં ત્રણ સ્ત્રી વેશ ભજવે તો તો તેને કાંચળીયા કેહવાય
ભવાઇ માં ડગલાં ને વિદૂષક કેહવાય

આમ અસાઇત ઠાકર નો સમયગાળો દિલ્લી સલ્તનત નો માનવામાં આવે છે

તો મિત્રો આજે આપડે આ બ્લોગ એટ્લે કે (બ્લોગ-5) માં વાત કરી મધ્યકાલીન ઇતિહાસ ના અસાઇત ઠાકર વિષે હવે આપડે બીજા બ્લોગ માં એટ્લે કે (બ્લોગ-6) માં વાત કરીશું ગુજરાત માં સ્વતંત્ર સલ્તનત ની શરૂઆત કેવી રીતે થઈ અને તેનો ઇતિહાસ વિષે જાણીશું .............................................................................
........................................................................................................નમસ્કાર

Post a Comment

0Comments

Post a Comment (0)