ગુજરાત માં સલ્તનત યુગ ની શરૂઆત(ખિલજી વંશ અને તઘલખ વંશ) (બ્લોગ-6)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો 
                        આપડે બ્લોગ(1 થી 5) માં વાત કરી મધ્યકાલીન ગુજરાત અને ગુજરાત માં થયેલા શાસન અને તેના ઇતિહાસ અને તેના અંત વિષે હવે આપડે આજે વાત કરીશું (બ્લોગ-6) માં ગુજરાત માં સલ્તનત યુગ ની શરૂઆત કેવી રીતે થઈ અને ગુજરાત માં સલ્તનત યુગ કેવી રીતે આવ્યો

તો ચાલો મિત્રો આપડે આજે જાણીએ સલ્તનત યુગ વિષે સલ્તનત યુગ ની વાત કરવા માં આવે તો સૌ પ્રથમ દિલ્લી સલ્તનત માં ગુલામ વંશ નું નામ જાણવા મળે છે અને તેના સ્થાપક કુતુબુદ્દીન ઐબક હોય છે  પણ ગુજરાત માં સલ્તનત યુગ ની શરૂઆત ખિલજી વંશ થી થાય છે તો ચાલો મિત્રો જાણીએ ખિલજી વંશ વિષે

ખિલજી વંશ -

ખિલજી વંશ ની વાત કરવામાં આવે તો ભારત ભર માં ખિલજી વંશ ના સ્થાપક તરીકે જલાલુદ્દીન ખિલજી છે પણ ગુજરાત માં ખિલજી વંશ ની વાત કરવામાં આવે તો ખિલજી વંશ ના સ્થાપક તરીક અલાઉદ્દીન ખિલજી ને માણવા માં આવે છે
ઇ.સ-1304 માં ગુજરાત ના અંણહિલવાડ પાટણ જે હિન્દુ રાજાઓ ના હાથ માં હતું તેના પર દિલ્લી ના સુલતાન અલાઉદ્દીન ખિલજી એ પોતાનું રાજ્ય સ્થાપ્યું અને પોતાનો વંશ ખિલજી વંશ નું આગમન ગુજરાત માં કર્યું અને ગુજરાત માં શાસન કરવા માટે અલાઉદ્દીન ખિલજી એ ગુજરાત માં એક પોતાના પ્રથમ સુબા તરીકે આલપખાન ની નિમણૂક કરી તેથી ગુજરાત માં પ્રથમ મુસ્લિમ સુબા તરીકે આલપખાન ની ગણના થાય છે આલપખાન એ અલાઉદ્દીન ખિલજી નો બનેવી હોય છે અને આલપખાન પછી ગુજરાત માં ખિલજી વંશ ના ગણા સુબા થઈ ગયા જેમાં કમાલુદ્દીન ગુર્ગ, મુલતાની, ઝફરખાન, ખૂસરખાન જેવા સુબાઓ એ ગુજરાત માં શાસન કર્યું
આમ સમયાંતરે ખિલજી વંશ નો નાશ થાય છે અને તઘલખવંશ ની શરૂઆત થાય છે 

તઘલખ વંશ-

આમ દિલ્લી માં ખિલજી વંશ ની સમાપ્તિ પછી દિલ્લી માં તઘલખ વંશ ની શરૂઆત થાય છે 
દિલ્લી માં તઘલખ વંશ ના સ્થાપક ગ્યાંસુદ્દીન તઘલખ હોય છે પણ તઘલખ વંશ ના મુખ્ય શાસક તરીકે મહુમદ-બિન-તઘલખ ને માનવામાં આવે છે અને આ મહુમદ-બિન-તઘલખ ને તરંગી સુલ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહુમદ-બિન-તઘલખ એ આપણી રાજધાની દિલ્લી થી દોલતાબાદ ખસેડી હતી
આ મહુમદ-બિન-તઘલખ ને અમિર પ્રજા નો ગરીબ રાજા તરીકે ઓળખવામાં આવે છે
આમ છેલ્લે જ્યારે તઘલખ વંશ માં અંતિમ શાસક નાસૂરદ્દીન મહુમદ તઘલખ નુ શાસન આવે છે ત્યારે નાસૂરદ્દીન મહુમદ તઘલખ ગુજરાત માં પોતાના સુબા તરીકે ઝફરખાન ની નિમણૂક કરે છે

આમ જ્યારે ઇ.સ-1398 માં ત્તૈમુરલિંગ જ્યારે દિલ્લી સલ્તનત પર આક્રમણ કરી દિલ્લી સલ્તનત અને તઘલખ વંશ નો નાશ કરે છે અને તઘલખ વંશ ના છેલ્લા શાસક નાસૂરદ્દીન મહુમદ તઘલખ બને છે
આમ દિલ્લી માં દિલ્લી સલ્તનત નો અંત આવે છે અને તઘલખ વંશ નો અંત આવે છે

પણ ગુજરાત માં નાસૂરદ્દીન મહુમદ તઘલખ નો સૂબો ઝફરખાન ઇ.સ-1403 માં ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ની સ્થાપના કરે છે અને ઇ.સ-1404 માં ઝફરખાન નો પુત્ર તાતરખાન પોતાને ગુજરાત નો પ્રથમ મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત નો સુલ્તાન જાહેર કરે છે

આમ ગુજરાત માં પછી મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ની સ્થાપના થાય છે

આમ મિત્રો આપડે આજે આ બ્લોગ એટલે કે(બ્લોગ-6) માં વાત કરી ગુજરાત માં સલ્તનત યુગની શરૂઆત અને ખિલજી વંશ અને તઘલખ વંશ વિષે હવે બીજા બ્લોગ માં એટલે કે (બ્લોગ-7) માં આપડે વાત કરીશું ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત વિષે ...................................................................................................નમસ્કાર   


Post a Comment

0Comments

Post a Comment (0)