મધ્યકાલીન ગુજરાત(ચાવડા વંશ) (બ્લોગ-2)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો
                      આપડે બ્લોગ-1 માં વાત કરી ગુજરાત ના પૌરાણિક ઇતિહાસ વિષે હવે આપડે આજે વાત કરવાના છે બ્લોગ-2 માં મધ્યકાલીન ગુજરાત ના ઇતિહાસ વિષે મધ્યકાલીન ગુજરાત ના ઇતિહાસ વિષે વાત કરવા માં આવે તો સૌપ્રથમ ચાવડા વંશ નું નામ ગુજરાત ના ઇતિહાસ માં માં જાણવા મળે છે આપડો મધ્યકાલીન ઇતિહાસ ચાવડા વંશ થી સરું થાય છે.
                     
                    તો ચાલો મિત્રો આપડે જાનીયે ચાવડા વંશ વિષે........જય શ્રી ગણેશ

            આમ તો ચાવડા વંશ ના સ્થાપક તરીકે વનરાજ ચાવડા ની ગણના થાય છે
પણ વનરાજ ચાવડા ના પિતા વિષે નો ઉલ્લેખ ગણા સમય પછી હાથ માં લાગ્યો છે જે મુજબ પાટણ પાસે આવેલા પંચાસર માં વનરાજ ચાવડા ના પિતા જયશીખરી ચાવડા નું રાજ્ય હતું 
આમ જૈન સાહિત્ય માં ભૂવડ નામના રાજા નો ઉલ્લેખ છે જેને જયશીખરી ચાવડા ના રાજ્ય પંચાસર અને પંચાસર ની સમૃદ્ધી વિષે ખ્યાલ આવતા તેને પંચાસર પર ચઢાઈ કરી અને પંચાસર લૂટવા નો પ્રયત્ન કર્યો
જેમાં યુદ્ધ થતાં જયશીખરી ચાવડા નું મૃત્યુ થયું 
જ્યારે જયશિખરી ચાવડા યૂદ્ધ માં જતાં હતા ત્યારે તેમની રાણી રૂપસુંદરી ને તેના સાળા સુરપાલ માં હાથ માં સોપીને યુદ્ધ માં કૂદી પડ્યા હતા
પણ જયશીખરી ચાવડા નું મૃત્યુ થતાં તેમની રાણી ને જંગલ માં ભીલ લોકો એ સાચવ્યા હતા અને રાણી રૂપસુંદરી એ જંગલ(વન) માં એક બાળક ને જન્મ આપ્યો અને તેજ બાળક નો જન્મ વન માં થવા થી તેનું નામ વનરાજ પડ્યું અને આગળ જતાં તે  વનરાજ ચાવડા તરીકે ઓળખાય છે   
   વનરાજ ચાવડા જેમ જેમ મોટા થાય છે તેમ તેમ તેમના મામા સુરપલ તેમણે યુદ્ધ ના દાવપેજ શેખવાડે છે 
અને રાજા ભૂવડ ના હાથ માં થી રાજ્ય પાછું મેળવવા માટે વનરાજ ચાવડા બહારવટે ચડે છે
આ સાથે વનરાજ ચાવડા ને સાથીઓની જરૂર હોવાને કારણે તે બહાદૂર લોકો ને પોતાની સાથે જોડતા જાય છે 
તેમાં એક તેના મિત્ર અનહિલ ભરવાડ અને બીજો એક વાણિયો ચાંપો વાણિયો
આરીતે વનરાજ ચાવડા અને તેના મામા સુરપાલ ભૂવડ ને હરાવી પિતા નું રાજ પાછું મેળવે છે
અને વનરાજ ચાવડા પાટણ માં ચાવડા વંશ ની રાજધાની સ્થાપે છે
વનરાજ ચાવડા ને યુદ્ધ માં મદદ કરનાર તેના મિત્ર અનહિલ ભરવાડ ના નામ પરથી પાટણ ને અનહિલપૂર-પાટણ નામ આપે છે
આ ઉપરાંત વનરાજ ચાવડા ના બીજા મિત્ર ચાંપા વાણિયા ના નામ પરથી પાવાગઢ ની તળેટી માં ચાંપાનેર નગર વસવે છે
આમ જ્યારે એક વાર વનરાજ ચાવડા વન માં સૂતા હતા ત્યારે જૈન મુનિ શીલગુણશૂરીજી એ વનરાજ ચાવડા ને અનુલક્ષી ને કહું હતું કે આ બાળક રાજા બનશે અને જૈન ધર્મ ને મદદ કરશે 
જેથી વનરાજ ચાવડા એ પાટણ માં પંચાંસર પાશ્ચનાથ દેરાસર બંધાવ્યુંહતું 
જેમાં વનરાજ ચાવડા ની પણ પ્રતિમા મુકાઇ છે
વનરાજ ચાવડા ના પુત્ર યોગરાજ ચાવડા ખરા ન્યાયપ્રિય હતા અને પોતાના પિતા વનરાજ ચાવડા દ્વારા રાજ પાછું મેળવામાં થયેલી મેહનત ને સમજી સારું રાજ ચલાવતા હતા 
પરંતુ યોગરાજ ના પુત્ર ક્ષેમરાજ માં લુટ ની વૃતિ હતી જે રાજા યોગરાજ થી સહન ના થઈ અને તેમણે  
અન્ન-જળ નો ત્યાગ કરી દેહ ત્યાગ કર્યો હતો 
આમ ચાવડા વંશ માં ગણા રાજા થઈ ગયા પણ ચાવડા વંશ ના છેલ્લા રાજા તરીકે સામંતસિંહ ચાવડા ની ગણતરી થાય છે
રાજા સામંતસિંહ ની બેહન નું નામ લીલા દેવી હતું
રાજા સામંતસિંહ એ તેમની બેહન લીલા દેવી ના લગ્ન બહાર ના રાજા એટલે કે ચાલુક્ય વંશ ના રાજા રાજારાજ સાથે કરાવ્યા હતા
જે રાજારાજ અને લીલા દેવી નો એક પુત્ર હતો મૂળરાજ
જે મૂળરાજ ના પિતા રાજારાજ અને લીલા દેવી નું અકાળે અવસાન થતાં મૂળરાજ રાજા સામંતસિંહ સાથે રેહતા હતા 
એક વાર કોઈ અંગત કારણોસર મૂળરાજે પોતાના મામા અને ચાવડા વંશ ના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા ની હત્યા કરી અને પાટણ ની ગાદી મૂળરાજ ના હાથ માં આવી
આમ અહી ગુજરાત માં ચાવડા વંશ નું શાસણ પૂરું થાય છે 
અને મૂળરાજ પોતાનો વંશ સોલંકી વંશ ની સ્થાપના કરે છે
અને ગુજરાત માં સોલંકી વંશ ના ઉદય થાય છે

તો મિત્રો આજે આપણે બ્લોગ-2 માં ચાવડા વંશ વિષે વાત કરી અને ચાવડા વંશ નો ઇતિહાસ જાણ્યો અને હવે બીજા બ્લોગ એટલે કૅ બ્લોગ-3 માં સોલંકી વંશ વિષે વાત કરીશું........................નમસ્કાર    

Post a Comment

0Comments

Post a Comment (0)