નમસ્કાર મિત્રો
આપડે બ્લોગ-2 માં વાત કરી મધ્યકાલીન ગુજરાત ચાવડા વંશ વિષે હવે આજે બ્લોગ-3 આપડે વાત કરીશું મધ્યકાલીન ગુજરાત સોલંકી વંશ વિષે
તો ચાલો મિત્રો આપડે જાણીએ સોલંકી વંશ વિષે
આમ સિદ્ધરાજ જયસિંહ ના મૃત્યુ પાશ્ચયાત કુમારપાળ ગાદી પર આવે છે કુમાર પાળ પણ સોલંકી વંશ ના જ હોય છે સિદ્ધરાજ જયસિંહ ના દાદા ભીમદેવ પેહલા ની બે રાની હોય છે જેમાં એક રાની ઉદયમતી અને બીજા રાની બકુલાદેવી અને આમ જ્યારે સિદ્ધરાજ જયસિંહ નિ;સંતાન હતા અને તેમનું અવસાન થયું ત્યારે બકુલાદેવી વંશ ના કુમારપાળે સોલંકી વંશ નું શાસન આગળ ચલાવ્યું સિદ્ધરાજ જયસિંહ ના સમય માં કુમારપાળ નાસતા ફરતા હતા કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ના કુટુંબીજ હતા પરંતુ કુમારપાળ ના માતા ના કુળ ને કારણે કુમારપાળ પાટણ ની ગાદી એ નબેસે તેમ ઈછતા હતા
આમ અંતે કુમારપાળ ખંભાતના હેમચંદ્રાચાર્ય ના શરણે જાય છે અને હેમચંદ્રાચાર્ય તેમણે શરણ આપે છે અને કુમારપાળ રાજા બને છે અને તે હેમચંદ્રાચાર્ય ને ગુરુ માંને છે અને કુમારપાળ રાજપૂત હોવા છતાં જૈનધર્મ નો અંગીકાર કરે છે અને કુમારપાળ ના શાસન મા જૈનધર્મ રાજધર્મ બને છે અને બૌદ્ધ ધર્મ સમાપ્ત થાય છે
આમ કુમારપાળે તેમના સમયમાં હિન્દુઓ માટે શિવ મંદિરો અને જૈનો માટે દેરાસરો તેમજ ઉપાશ્રયો બંધાવ્યા હતા
કુમારપાળે સોમનાથમંદિર નું પણ સમારકામ કરાવ્યુ હતું કુમારપાળ ના સમય મા સાહિત્ય અને સાંસ્ક્રુતિક ક્ષેત્રે પણ નોધપત્ર પ્રગતિ થઈ હતી
આમ ભારત મા જેમ સમ્રાટ અશોક નું સ્થાન હતું તેમ ગુજરાત મા કુમારપાળ ની ગણના થઈ તેથી ગુજરાત ના અશોક તરીકે કુમારપાળ ને ઓળખવામાં આવે છે
કુમારપાળ ના સમયમાં રાજ્યભર મા દારૂબંધી કરાવી હતી
કુમારપાળ પણ નિ;સંતાન હતા તેથી કુમારપળે પુત્ર ના રૂપે સંતાન નહોય હોય તો લેવામા આવતી અપુત્રિકા ધનની પ્રત બંધ કરાવી હતી
કુમારપાળે તેમના શાસન મા પટોળાં માટે 600 કારીગરો પાટણ મા લાવી વસાવ્યા હતા
આમ કુમારપાળ ના અવસાન બાદ તેમના જ કુટુંબ ના અજયપાળે સોલંકીવંશ નું શાસન આગળ વધાર્યું
અજયપાળ એ કુમારપાળ ના ભાઈ મહિપાલ નો પુત્ર હતો
અજયપાળ ને ચુસ્ત શિવધર્મી માનવમાં આવે છે
અજયપાળ પછી શાસન આવે છે મૂળરાજ બીજા નું મૂળરાજ બીજો અજયપાળ નો પુત્ર હતો અને મૂળરાજ બીજા ની ઉમર નાની હોવાને કારણે તેની માતા નાયિકાદેવી શાસનની ધુરા શમભાળે છે આમ નાયિકા દેવી ઇ.સ 1178 મા મહામુદઘોરી ની સેનાને હાર આપે છે આમ મૂળરાજ બીજા પછી શાસન આવે છે તેના પુત્ર ભીમ દેવ બીજા નું
ભીમદેવ બીજો (1179-1242)
ભીમદેવ બીજા ના સમય મા સોલંકી વંશ નો સમય ગાળો પૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ હતી તેમ છતાં તેઓએ ગુજરાત પર સૌથી વધુ શાસન કર્યું ભીમદેવ બીજા એ અજમેર પર ચઢાઈ કરી અને તેમાં પૃથ્વીરાજ ચૌહાણ ના પિતા સોમેશ્વર નું મૃત્યુ થયું જેથી દિલ્લી મા પૃથ્વીરાજ ચૌહાણ ને આવાત ની જાણ થતાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી અને પિતા ના મૃત્યુ નું વેર વાળ્યું
પણ આ યુદ્ધ મા ભીમદેવ બીજો નાશી છૂટ્યો ત્યાર બાદ ઇ.સ 1194 મા મહુમદઘોરી ના સુબા કુતુબુદ્દીન એ ગુજરાત પર ચઢાઈકરી પરંતુ ફાવ્યો નહીં જેના કારણને કુતુબુદ્દીને ઇ.સ 1197 મા ફરી પાટણ પર ચઢાઈ કરી
આમ ભીમદેવ બીજા નો શાસન નો સમયગાળો ઇ.સ 1179-1242 સુધી થાય છે સૌથી વધુ શાસન કરનાર
આમ ભીમદેવ બીજા ને ભોળા ભીમદેવ તરીકે ઓળખવા મા આવે છે અને સોલંકીકાળ નો સૌથી નબળો શાસક માનવામાં આવે છે આમ ભીમદેવ બીજા પછી રાજગાદી પર તેમનો પુત્ર ત્રિભુવનપાલ ગાદી એ આવે છે ત્રિભુવનપાલ(1242-1244) સોલંકી વંશ નો છેલ્લો રાજા
ધવલ્લ્ક એટ્લે ધોળકા ના લવંણપ્રસાદ ના પુત્ર વિરધવલે ભીમદેવ બીજા ની યુદ્ધ મા ગણી મદદ કરી હતી
તો વિરધવલ ના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાળ ને પાટણની ગાદી પરથી ઉતારી તે પોતે રાજા બને છે તેથી ત્રિભુવનપાળ ને સોલંકી વંશ ના છેલ્લા રાજા તરીકે ઓળખવા મા આવે છે
આમ સોલંકી વંશ નો અંત આવે છે અને વઘેલા વંશ નું શરૂઆત થાય છે
આમ ગુજરાત ના ઇતિહાસ મા સોલંકી વંશ ને ગુજરાત નો સુવર્ણ યુગ કેહવામાં આવે છે
તો મિત્રો આજે આપડે આ બ્લોગમાં એટલેકે(બ્લોગ-3) વાત કરી સોલંકી વંશ વિષે અને સોલંકી વંશ નો ઇતિહાસ જાણ્યો અને હવે બીજા બ્લોગમાં એટલેકે(બ્લોગ-4) વાત કરીશું વાઘેલા વંશ વિષે ........................................................................................................................................નમસ્કાર
આપડે બ્લોગ-2 માં વાત કરી મધ્યકાલીન ગુજરાત ચાવડા વંશ વિષે હવે આજે બ્લોગ-3 આપડે વાત કરીશું મધ્યકાલીન ગુજરાત સોલંકી વંશ વિષે
તો ચાલો મિત્રો આપડે જાણીએ સોલંકી વંશ વિષે
સોલંકી વંશ વિષે વાત કરવા માં આવે તો સોલંકી વંશ ની સ્થાપના ચાવડા વંશ પછી તરતજ થાય છે કારણ કે મૂળરાજ એ પોતાના મામા અને ચાવડા વંશ ના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા ની હત્યા કરી રાજગાદી એ આવે છે અને ગુજરાત માં ચાવડા વંશ નો અંત લાવી સોલંકી વંશ ની સ્થાપના કરે છે અને પોતે મૂળરાજ સોલંકી તરીકે ઓળખાય છે
માટે મૂળરાજ સોલંકી ને સોલંકી વંશ ના સ્થપપાક તરીકે ઓળખવામાં આવે છે
અને મૂળરાજ સોલંકી પોતે પોતાના મામા સમાંતસિંહ ચાવડા ની હત્યા કરી હોવાના કલંક ને દૂર કરવા માટે ગણા ધાર્મિક કર્યો પણ કરે છે
આમ મૂળરાજ સોલંકી એ પાટણ ના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી ના કિનારે રુદ્રામહાલય બાંધવાનું કામ ચાલુ કર્યું પણ રુદ્રામહાલય નું બાંધકામ ગણું મોટું હોવાને કારણે આ રુદ્રામહાલય બાંધવાનું કામ ચાલુ થઈ ગયું પણ આ રુદ્રામહાલય બાંધવાનું કામ પૂર્ણ મૂળરાજ સોલંકી ના સમય માં ના થઈ શક્યું
આમ મૂળરાજ સોલંકી એ અનેક મંદિરો બ્ંધાવ્યા અને સ્થાપના કરી અને પાટણ નો વૈભવ વધાર્યો
પાટણ વેપાર અને શિક્ષણ નું પણ એક મહત્વ નું સ્થળ બન્યું
મૂળરાજ સોલંકી એ બીજી ગણી રાજ્યસતા ઓ જેવી કે સરદાર બારપ અને ગ્રહરિપુ ને હાર આપી
પુરા ગુજરાત પર વિજય મેળવ્યો હતો જેથી મૂળરાજ સોલંકી ના સમય માં ગુજરાત એક થયું
મૂળરાજ સોલંકી ના સમય માં સૌપ્રથમ સૌરાષ્ટ્ર અને ગુજરાત નો ચોક્કસ વિસ્તાર નક્કી થયો
આમ મૂળરાજ સોલંકી ના સમય માં ગુર્જર દેશ(ગુજરાત) નામ થી પ્રચલિત હતું
આમ મૂળરાજ સોલંકી પછી તેમના પુત્ર ચામુંડરાજ ગાદી એ આવે છે
ચામુંડરજરાજ ત્રોણ પુત્રો હોય છે વલ્લભરાજ,દુર્લભરાજ,નાગરાજ
આમ નાગરાજ નો પુત્ર હોય છે ભીમદેવ પહલો અને ભીમદેવ પેહલો ગાદી આ આવે છે
ભીમદેવ પહલો (1022-1064)
આમ પછી ભીમદેવ પેહલા નું શાસણ આવે છે
જ્યારે 7 જાન્યુઆરી 1026 ના રોજ મહમૂદ ગઝનવી ગુજરાત પર ચડાઇ કરી સોમનાથ મંદિર લૂંટે છે તે સમયે ગુજરાત માં ભીમદેવ પેહલા નું શાસન હોય છે મહમુદ ગઝનવી નું સૈન્ય મોટું હોવાને કારણે ભીમદેવ પહલો કચ્છ જિલ્લા માં આવેલા કંથકોટ ના કિલ્લા માં આશ્રય લે છે અને અન્ય રાજાઓ ની મદદ થી મહમૂદ ગઝનવી ને નબળો પાડવાની તૈયારી કરે છે પરંતુ મહમૂદ ગઝનવી ને હિન્દુ રાજાઓ ની યોજના નો ખ્યાલ આવતા તે કચ્છ ના રસ્તે આગળ વધે છે
આમ ગુજરાત નું સોમનાથ-પ્રભાસ પાટણ મંદિર ખુબજ સમૃદ્ધ હતું જે કારણ થી મહમૂદ ગઝનવી એ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી અને બેફામ લૂંટ ચલાવી અને બ્રાંહાણો ની હત્યા કરી અને સોમનાથ મંદિર લૂંટયું
આમ ત્યાર બાદ ભીમદેવ પેહલા દ્વારા ફરીવાર સોમનાથ મંદિર ના સ્થાને ઇ.સ-1027 પત્થર ના મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું
અને ભીમદેવ પેહલા ના સમય માજ મોઢેરા ના સૂર્યમંદિર ની પણ રચના થઈ
આમ ભીમદેવ ની રાની રાની ઉદયમતી દ્વારા પાટણ માં એક વાવ બનાવામાં આવી જેને આપડે આજે રનીકી વાવ તરીકે ઓળખીયે છીયે આ રાની કી વાવ જમીન થી સાત માળ ઊંડી બનવામાં આવી છે અને આ વાવ ની શોધ ભારત ને સ્વતંત્રતા મળી પછી થઈ અને આ રાની કી વાવ ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવા માં આવી છે 2014 માં
આમ ભીમદેવ પેહલા એ આબુ માં પોતાના દંડક તરીકે વિમલશાહ ની નિમણૂક કરી અને આજ વિમલશાહ એ અંબાજી નજીક કુંભારિયા ના દેરા અને આરાસુરમાતા નું મંદિરનું નિર્માણ કરાવ્યુ
આમ ભીમદેવ પેહલા ના બે પુત્રો હતા મૂળરાજ અને બીજો કર્ણદેવ પણ મૂળરાજ નું અકાળે અવસાન થતાં કર્ણદેવ સોલંકી ભીમદેવ પેહલા પછી ગાદી એ આવે છે અને શાસન સંભાળે છે
કર્ણદેવ સોલંકી (1064-1094)
આમ ભીમદેવ પેહલા પછી ગાદી પર તેમનો પુત્ર કર્ણદેવ સોલંકી આવે છે અને સોલંકી વંશ ના શાસન ના વિસ્તાર માં વધારો કરે છે જેમાં કર્ણદેવ સોલંકી દક્ષિણ માં નવસારી સુધી અને જ્યારે તે સમય માં અમદાવાદ માં આશાવાલ ભીલ નું શાસન હોય છે તો આશાવાલ ભીલને હરાવી ત્યાં કર્ણાવતી નગર ની સ્થાપના કરે છે
અને કર્ણદેવ સોલંકી ના લગ્ન દક્ષિણ ભારત માં આવેલા કર્ણાટક ના ચંદ્રપુર ના રાજા જયકેશ ની પુત્રી માયણલ્લાદેવી સાથે થાય છે અને તેજ પાછળ થી રાજમતા મીનળ દેવી તરીકે પ્રસિદ્ધ થાય છે
આમ કર્ણદેવ અને માયણલ્લાદેવી નો એક પુત્ર સિદ્ધરાજ જેને આપડે સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખીએ છે
માંળવા ના રાજા નરવર્માએ ઇ.સ-1094 માં પાટણ પર ચઢાઈ કરી જેમાં કર્ણદેવ સોલંકી નું મૃત્યુ થયું
પિતા કર્ણદેવ ના મૃત્યુ સમયે જયસિંહ ની ઉમર નાની હોવાથી કર્ણદેવ ના પત્ની માયણલ્લાદેવી એ પાટણ નું શાસન હાથ માં લઈ પાટણ નો વિકાસ કર્યો અને પછી સિદ્ધરાજ ગાદી પર આવે છે
સિદ્ધરાજ જયસિંહ (1094-1143)
પ્રબંધ ચિતામણી ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહ ની જન્મ ઇ.સ-1091 માં પાલનપુર માં થયો હતો અને જ્યારે તેમના પિતા કર્ણદેવ સોલંકી નું અવસાન થયું ત્યારે તેમની ઉમર માત્ર 3 વર્ષ ની હતી અને તેમણે રાજગાદી સંભાળી હતી શરૂઆત માં મદનપાળ અને ત્યારબાદ રાજમતા મીનળદેવી એ સતા સંભાળી
તેથી સિદ્ધરાજ જયસિંહ નો સમયગાળો 1094-1143 ગણવા માં આવે છે
શાંતું નામનાં મંત્રી એ સિદ્ધરાજ જયસિંહ ની ગણી મદદ કરી હતી
સિદ્ધરાજ જયસિંહ ને સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા ગણવા માં આવે છે કારણ કે તેમના શાસન ગાળા દરમિયાન ગુજરાત ની આસપાસ ના વિસ્તારો ને પણ ગુજરાત માં ભેળવી તેમના રાજ્ય નો વિસ્તાર કર્યો હતો અને સિદ્ધરાજ જયસિંહ એ ત્રણ ઉપનામ ધારણ કર્યા હતા
તેમણે માંળવા ના રાજા યશોવર્માં ને હરાવી અવંતિનાથ નું બિરુદ ધારણ કર્યું જ્યારે જુનાગઢ ના ચુડાસમા શાસક રા'ખેંગાર ને હરાવી સિદ્ધચક્રવર્તી નામનું બિરુદ ધારણ કર્યું અને બર્બરક તરીકે જાણીતા બાબરા ભૂત ને હરાવી બર્બરક જિષ્ણુ નામનું બિરુદ ધારણ કર્યું
આમ સિદ્ધરાજે પાટણ માં સહસ્ત્રલિંગ નામનું તળાવ બંધાવ્યું અને તળાવ ની ફરતે 1008 શિવાલયો બંધાવ્યા અને સિદ્ધરાજ જયસિંહ એ ડભોઈ માં એક કિલ્લા ની રચના કરી અને ભરુચ માં આવેલા કિલ્લા નું સમારકામ કરાવ્યુ સાથે પાટણ ના સિદ્ધપૂર માં આવેલો રુદ્રમહાલય નો જીણોદ્વાર પણ સિદ્ધરાજ જયસિંહ એ કરાવ્યો
આમ સિદ્ધરાજ જયસિંહ ના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા અને સિદ્ધરાજ જયસિંહ એ ગુરુ હેમચંદ્રાચાર્ય ને વ્યાકરણ ના મૂળસૂતરો આધારિત એક વ્યાકરણ ગ્રંથ ની રચના કરવાની કહી તો હેમચંદ્રાચાર્ય દ્વારા એક વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધહેમશબ્દાનું શાસન' નામના વ્યાકરણ ગ્રંથ ની રચના તેમણે કરી ત્યારે સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ વ્યાકરણ ગ્રંથ ને હાથી ની અંબાડી ઉપર મૂકી તેની શોભાયાત્રા પાટણ માં ફેરવી તેનું સન્માન કર્યું અને હાથી નું નામ (શ્રી કર) હતું આમ સિદ્ધરાજ જયસિંહ ના સમય માં ગુજરાત ની સમૃદ્ધિ-સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને હતી
આમ રાજમતા મિનળદેવી એ સિદ્ધરાજ જયસિંહ પાસે સોમનાથ નો જાત્રાળુ વેરો માફ કરાવ્યો હતો
તેમજ મિનળદેવી ના સમય માં ધોળકા માં એક તળાવ બાંધવાનું હતું જેનો આકાર ગોળ હતો પરંતુ એક વૃદ્ધામહિલા ના ઘર ને કારણે તળાવ માં ખચો રહતો હતો મિનળ દેવી એ તે વૃદ્ધામહિલા ને વિનંતી કરી પરંતુ તે વૃદ્ધામહિલા ની મકાન પ્રત્યે ની લાગણી જોતાં મિનળદેવી એ તળાવ ની સુંદરતા જતી કરી અને તળાવ બાંધ્યું અને તેને જ કારણે કેહવાય છે ન્યાય જોવો હોય તો ધોળકા ના મલાવ તળાવનો જોવો
આમ મિનળદેવી એ ધોળકા માં મલાવ તળાવ અને વિરમગામ માં મુનસર તળાવ ની રચના કરી
પાટણ ના પટોળા ની શરૂઆત સિદ્ધરાજ જયસિંહ દ્વારા થઈ પણ જૈન ગ્રંથો અનુસાર કુમારપાળ ને ધ્યાનમાં લેવાય છે
આમ સિદ્ધરાજ જયસિંહ નિ;સંતાન હતા તેથી સિદ્ધરાજ જયસિંહ ના મૃત્યુ પછી કુમારપાળ ગાદી પર આવે છે
કુમારપાળ (1143-1174)
આમ અંતે કુમારપાળ ખંભાતના હેમચંદ્રાચાર્ય ના શરણે જાય છે અને હેમચંદ્રાચાર્ય તેમણે શરણ આપે છે અને કુમારપાળ રાજા બને છે અને તે હેમચંદ્રાચાર્ય ને ગુરુ માંને છે અને કુમારપાળ રાજપૂત હોવા છતાં જૈનધર્મ નો અંગીકાર કરે છે અને કુમારપાળ ના શાસન મા જૈનધર્મ રાજધર્મ બને છે અને બૌદ્ધ ધર્મ સમાપ્ત થાય છે
આમ કુમારપાળે તેમના સમયમાં હિન્દુઓ માટે શિવ મંદિરો અને જૈનો માટે દેરાસરો તેમજ ઉપાશ્રયો બંધાવ્યા હતા
કુમારપાળે સોમનાથમંદિર નું પણ સમારકામ કરાવ્યુ હતું કુમારપાળ ના સમય મા સાહિત્ય અને સાંસ્ક્રુતિક ક્ષેત્રે પણ નોધપત્ર પ્રગતિ થઈ હતી
આમ ભારત મા જેમ સમ્રાટ અશોક નું સ્થાન હતું તેમ ગુજરાત મા કુમારપાળ ની ગણના થઈ તેથી ગુજરાત ના અશોક તરીકે કુમારપાળ ને ઓળખવામાં આવે છે
કુમારપાળ ના સમયમાં રાજ્યભર મા દારૂબંધી કરાવી હતી
કુમારપાળ પણ નિ;સંતાન હતા તેથી કુમારપળે પુત્ર ના રૂપે સંતાન નહોય હોય તો લેવામા આવતી અપુત્રિકા ધનની પ્રત બંધ કરાવી હતી
કુમારપાળે તેમના શાસન મા પટોળાં માટે 600 કારીગરો પાટણ મા લાવી વસાવ્યા હતા
આમ કુમારપાળ ના અવસાન બાદ તેમના જ કુટુંબ ના અજયપાળે સોલંકીવંશ નું શાસન આગળ વધાર્યું
અજયપાળ એ કુમારપાળ ના ભાઈ મહિપાલ નો પુત્ર હતો
અજયપાળ ને ચુસ્ત શિવધર્મી માનવમાં આવે છે
અજયપાળ પછી શાસન આવે છે મૂળરાજ બીજા નું મૂળરાજ બીજો અજયપાળ નો પુત્ર હતો અને મૂળરાજ બીજા ની ઉમર નાની હોવાને કારણે તેની માતા નાયિકાદેવી શાસનની ધુરા શમભાળે છે આમ નાયિકા દેવી ઇ.સ 1178 મા મહામુદઘોરી ની સેનાને હાર આપે છે આમ મૂળરાજ બીજા પછી શાસન આવે છે તેના પુત્ર ભીમ દેવ બીજા નું
ભીમદેવ બીજો (1179-1242)
ભીમદેવ બીજા ના સમય મા સોલંકી વંશ નો સમય ગાળો પૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ હતી તેમ છતાં તેઓએ ગુજરાત પર સૌથી વધુ શાસન કર્યું ભીમદેવ બીજા એ અજમેર પર ચઢાઈ કરી અને તેમાં પૃથ્વીરાજ ચૌહાણ ના પિતા સોમેશ્વર નું મૃત્યુ થયું જેથી દિલ્લી મા પૃથ્વીરાજ ચૌહાણ ને આવાત ની જાણ થતાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી અને પિતા ના મૃત્યુ નું વેર વાળ્યું
પણ આ યુદ્ધ મા ભીમદેવ બીજો નાશી છૂટ્યો ત્યાર બાદ ઇ.સ 1194 મા મહુમદઘોરી ના સુબા કુતુબુદ્દીન એ ગુજરાત પર ચઢાઈકરી પરંતુ ફાવ્યો નહીં જેના કારણને કુતુબુદ્દીને ઇ.સ 1197 મા ફરી પાટણ પર ચઢાઈ કરી
આમ ભીમદેવ બીજા નો શાસન નો સમયગાળો ઇ.સ 1179-1242 સુધી થાય છે સૌથી વધુ શાસન કરનાર
આમ ભીમદેવ બીજા ને ભોળા ભીમદેવ તરીકે ઓળખવા મા આવે છે અને સોલંકીકાળ નો સૌથી નબળો શાસક માનવામાં આવે છે આમ ભીમદેવ બીજા પછી રાજગાદી પર તેમનો પુત્ર ત્રિભુવનપાલ ગાદી એ આવે છે ત્રિભુવનપાલ(1242-1244) સોલંકી વંશ નો છેલ્લો રાજા
ધવલ્લ્ક એટ્લે ધોળકા ના લવંણપ્રસાદ ના પુત્ર વિરધવલે ભીમદેવ બીજા ની યુદ્ધ મા ગણી મદદ કરી હતી
તો વિરધવલ ના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાળ ને પાટણની ગાદી પરથી ઉતારી તે પોતે રાજા બને છે તેથી ત્રિભુવનપાળ ને સોલંકી વંશ ના છેલ્લા રાજા તરીકે ઓળખવા મા આવે છે
આમ સોલંકી વંશ નો અંત આવે છે અને વઘેલા વંશ નું શરૂઆત થાય છે
આમ ગુજરાત ના ઇતિહાસ મા સોલંકી વંશ ને ગુજરાત નો સુવર્ણ યુગ કેહવામાં આવે છે
તો મિત્રો આજે આપડે આ બ્લોગમાં એટલેકે(બ્લોગ-3) વાત કરી સોલંકી વંશ વિષે અને સોલંકી વંશ નો ઇતિહાસ જાણ્યો અને હવે બીજા બ્લોગમાં એટલેકે(બ્લોગ-4) વાત કરીશું વાઘેલા વંશ વિષે ........................................................................................................................................નમસ્કાર
સોલંકી વંશ અને સોલંકી વંશ ના ઇતિહાસ વિશે ખૂબ જ સૂંદર માહિતી આપી રાજમાતા મીનળદેવી
ReplyDelete(Minal Devi History, Biography)વિશે માહિતી પોસ્ટ કરશો એવી આશા છે.
ટેક્સ બુક મા એટલી માહિતી નથી હોતી આ મહિતી ખુબજ ઉપયોગી હોય આપવા માટે આભાર 🙏🏻
ReplyDeleteVery interesting information
ReplyDelete