મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત(નાસૂરૂદ્દીન-કુતુબુદ્દીન અહમદશાહ) (બ્લોગ-8)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો 
                        આપડે (બ્લોગ-7) માં વાત કરી ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ની શરૂઆત કેવી રીતે થઈ તેના વિષે અને હવે આપડે (બ્લોગ-8) માં વાત કરીશું ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસકો વિષે શાસકો ની વાત કરવા માં આવે તો તેમાં નાસૂરૂદ્દીન અહમદશાહ થી શરૂઆત થાય છે
                     તો ચાલો મિત્રો આપડે જાણીએ મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસકો વિષે

નસુરૂદ્દીન અહમદશાહ -

મહમુદશાહ પ્રથમ(તાતાર ખાન)નો પુત્ર એજ આજ નાસૂરૂદ્દીન અહમદશાહ પોતાના દાદા મુઝફરશાહ પ્રથમ(ઝ્ફરખાન ) ની હત્યા કરી નાસૂરૂદ્દીન અહમદશાહ ગુજરાત ની ગાદી પર આવે છે અને શાસન કરે છે 

ગુજરાત માં મુસ્લિમ સલ્તનત ના વાસ્તવિક સ્થાપક તરીકે ની ગણના જો થતી હોય તો તેમાં નાસૂરૂદ્દીન અહેમદશાહ ની ગણના થાય છે
નાસૂરૂદ્દીન અહમદશાહ એ સરખેજ ના સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષની સલાહ થી સાબરમતી નદીના કિનારે આવેલું કર્ણાવતી નગર અને આશાવલની પાસે આવેલું શહેર આબાદ આ બને ના નામ પરથી અહમદાબાદ
ની સ્થાપના કરી આ અહમદાબાદ ની સ્થાપના નાસૂરૂદ્દીન અહમદશાહ એ 26 ફેબ્રુઆરી 1411 ના રોજ કરી હતી અને સાથે નાસૂરૂદ્દીન અહમદશાહ એ ગુજરાત ની રાજધાની પાટણ થી સીધી અહમદાબાદ સ્થળાંતર કરી જેને આપડે આજે અમદાવાદ તરીકે ઓળખીએ છે
નાસૂરૂદ્દીન અહમદશાહ એક ન્યાયપ્રિય બાદશાહ હતા જ્યારે તેઓ ગુજરાત ની રાજધાની કઈ હશે તેની શોધ માં હતા ત્યારે નાસૂરૂદ્દીન અહમદશાહ ને કર્ણાવતી નગર(હાલનુ અમદાવાદ) ઉપર એકવાર સસલા ને કૂતરાની પાછળ દોડતું જોયું તેથી નાસૂરૂદ્દીન અહમદશાહ ની કર્ણાવતી નગર(હાલનુ અમદાવાદ) ને એક 
વીરભૂમિ તરીકે જોયું તેથી નાસૂરૂદ્દીન અહમદશાહ એ કર્ણાવતી નગર(હાલનુ અમદાવાદ) ને રાજધાની તરીકે પસંદ કર્યું
નાસૂરૂદ્દીન અહમદશાહ એ અહમદાબાદ માં નિર્માણ ની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ નાસૂરૂદ્દીન અહમદશાહ એ રાજગઢ એટેલ કે ભદ્ર નો કિલ્લો બંધાવ્યો આ ભદ્ર ના કિલ્લા માં પૂર્વ માં બે મોટા દરવાજા હતા જેમાં એક ભદ્ર નો મુખ્ય દરવાજો અને બીજો આગળ જતાં લાલ દરવાજો હતો 
તેના પછી નાસૂરૂદ્દીન અહમદશાહ એ જુમા મસ્જિદ અને ત્રણ દરવાજા નું નિર્માણ પણ કરાવ્યુ હતું અહમદાબાદ માં 
આમ નાસૂરૂદ્દીન અહમદશાહ એ સાબરમતી નદી ના કિનારે જેમ અહમદાબાદ વસાવ્યું તેમ હાથમતી નદી ના કિનારે અહમદનગર વસાવ્યું હતું જેને આપડે આજે  હિંમતનગર તરીકે ઓળખીએ છે
આમ નાસૂરૂદ્દીન અહમદશાહ એ અહમદાબાદ માં પોતાને રોજો પણ બંધાવ્યો જેને આપડે આજે બાદશાહ નો હજીરો તરીકે ઓળખીએ છે આ બાદશાહ ના હજીરા ની નજીક રાણીનો હજીરો પણ આવેલો છે 
બાદશાહ ના હજીરા માં નાસૂરૂદ્દીન અહમદશાહ વગેરે ની કબરો આવેલી છે                                                  નાસૂરૂદ્દીન અહમદશાહ ને સંત શેખ ખટ્ટુગંજ બક્ષ ના સમકાલીન માનવમાં આવે છે 
આમ સુલતાન નાસૂરૂદ્દીન અહમદશાહ ની ઈચ્છા હતી કે જે લોકો એ ક્યારે પણ બપોર ની નમાજ છોડી ના હોય તેવા લોકો ના હાથે અમદાવાદ ની સ્થાપના કરવામાં આવે જે કારણોસર ચાર લોકો દ્વારા અમદાવાદ ની સ્થાપના કરવામાં આવી અને હાલ ના અલિસબ્રિજના પૂર્વ ના છેડે જ્યાં માણેકબ્રુજ છે તે જગ્યા એ અમદાવાદ શહેર ની પ્રથમ ઈંટ મુકાઇ અને ત્યાર બાદ ભદ્ર નો કિલ્લો બાંધવામાં આવ્યો હતો 
આમ સંત ખટ્ટુગંજ બક્ષ નો રોજો સરખેજ માં આવેલો છે                                                                                

આમ નાસૂરૂદ્દીન અહમદશાહ નું શાસન અહી પૂરું થાય અને તેના પછી નાસૂરૂદ્દીન અહમદશાહ ના પુત્ર કુતુબુદ્દીન અહેમદશાહ નું શાસન ગુજરાત માં આવે છે 

કુતુબુદ્દીન અહેમદશાહ -
                                         કુતુબુદ્દીન અહેમદશાહ ની વાત કરવામાં આવે તો કુતુબુદ્દીન અહેમદશાહ નું મૂળ નામ જલાલખાન હતું અને ઇ.સ-1451 માં કુતુબુદ્દીન અહેમદશાહ નામ ધારણ કરી ગાદી પર આવ્યો 
અહમદાબાદ ની સ્થાપના કરનાર નાસૂરૂદ્દીન અહમદશાહ ના પુત્ર કુતુબુદ્દીન અહેમદશાહ દ્વારા ઇ.સ-1451 હોજે-કુતુબ બંધવામાં આવ્યું જેને આપડે આજે કાંકરીયા તળાવ તરીકે ઓળખીએ છે જેની વચ્ચે નગીનાવાડી પણ આવેલી છે 

આમ ઇ.સ-1454 માં કુતુબુદ્દીન અહેમદશાહ દ્વારા અમદાવાદ ના કાલુપુર ખાતે ઝૂલતા મિનારા ની મસ્જિદ બંધવામાં આવી                                                                                                                                     
   અને કુતુબુદ્દીન અહેમદશાહ દ્વારા ઘંટામંડળ મહેલ પણ બંધવામાં આવ્યો                                                    

આમ અહી કુતુબુદ્દીન અહેમદશાહ નું શાસન પૂરું થાય છે અને ત્યાર બાદ ફતેહખાન એટલે કે મહમદ બેગડા નું શાસન ગુજરાત માં આવે છે 


આમ મિત્રો આપડે આજે  આ બ્લોગ એટલે કે (બ્લોગ-8) માં વાત કરી મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત  
નાસૂરૂદ્દીન અહમદશાહ અને કુતુબુદ્દીન અહમદશાહ વિષે હવે આપડે બીજા બ્લોગ માં એટલે કે (બ્લોગ-9) માં વાત કરીશું મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના ફતેહખાન એટલે કે મહુમદ બેગડા વિષે ...................................................................................................................................નમસ્કાર 

Post a Comment

0Comments

Post a Comment (0)