ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ની શરૂઆત (બ્લોગ-7)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો
                         આપડે (બ્લોગ-6) માં વાત કરી ગુજરાત માં સ્વતંત્ર સલ્તનત ની શરૂઆત કેવી રીતે થઈ અને અંત કેવી રીતે થયો હવે આપડે આજના બ્લોગ માં એટલેકે (બ્લોગ-7) માં વાત કરીશું ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત વિષે 

તો ચાલો મિત્રો આપડે આજે જાણીએ ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત વિષે 




ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ની વાત કરવામાં આવે તો ઇ.સ-1398 માં તૈમુરલિંગે દિલ્લી સલ્તનત પર આક્રમણ કરી દિલ્લી સલ્તનત નો નાશ કરે છે જે કારણ થી દિલ્લી માં નાસૂરૂદ્દીન મહુમદ તુઘલખ 
તઘલક વંશ નો અંતિમ શાસક બને છે ત્યારે ગુજરાત માં તેનો સૂબો ઝફરખાન હોય છે    
અને આમ ઇ.સ-1403 માં ઝફરખાન ગુજરાત માં મુસ્લિમ સલ્તનત નો પાયો નાખે છે 
જ્યારે ઇ.સ-1404 માં ઝફરખાન નો પુત્ર તાતારખાન પોતાનું નવું નામ મહમદશાહ પ્રથમ નામ ધારણ કરી પોતાને ગુજરાત ની પ્રથમ સ્વતંત્ર સલ્તનત નો સુલ્તાન જાહેર કરે છે અને ગાદી એ આવે છે 
અને આ સાથે (1398 થી 1414) સુધી ભારત માં કોઈ શાસક ના હોવાથી મહમદશાહ પ્રથમ(તાતારખાન) ને દિલ્લી પર આક્રમણ કરવાની તાલાવેલી થાય છે 
ત્યારે તેના પિતા ઝફરખાન તેને એટલે કે મહમદશાહ પ્રથમ(તાતારખાન)  દિલ્લી પર આક્રમણ ના કરવાની સલાહ આપે છે પણ મહમદશાહ પ્રથમ(તાતારખાન) તેના પિતા ઝફરખાન ની વાત માનતા નથી અને પિતા ઝફરખાન ને તે નજરકેદ કરી દે છે 
જ્યારે (ઇ.સ-1407) માં મહમદશાહ પ્રથમ(તાતારખાન) નું અકાળે અવસાન થાય છે   
આમ ઇ.સ-1407 મહમદશાહ પ્રથમ(તાતારખાન) નું અકાળે અવસાન થતાં તેના પિતા ઝફરખાન ને ગુજરાત ની ગાદી પર આવવુ પડે ત્યારે ઝફરખાન પોતાનું નામ મુઝફરશાહ પ્રથમ નામ ધારણ કરી ગુજરાત ની ગાદી પર આવી શાસન ચલાવે છે અને તેમનું શાસન આગળ વધતું જાય છે
ઝફરખાને બિરપુર ખાતે ગુજરાત માં મુસ્લિમ શાસન ની સ્થાપના કરી હતી  
જ્યારે મહમદશાહ પ્રથમ(તાતારખાન) નો એક પુત્ર હોય છે તેનું નામ નાસૂરૂદ્દીન અહમદશાહ 
આ નાસૂરૂદ્દીન અહમદશાહ જ્યારે મોટા થાય છે ત્યારે કેટલાક લોકો તેમની કાન ભંભેરણી કરે છે કે તારા પિતા મહમદશાહ પ્રથમ(તાતારખાન) ની હત્યા તારા દાદા ઝફરખાન એટલે કે મુઝફરશાહ પ્રથમ એ ઝેરનો પ્યાલો આપી ને કરી છે 
ત્યારે નાસૂરૂદ્દીન અહમદશાહ ઇ.સ-1411 માં મુઝફરશાહ પ્રથમ એટલે કે તેના દાદા ઝફરખાન ને ઝેરનો પ્યાલો આપી હત્યા કરે છે અને મુઝફરશાહ પ્રથમ ઝફરખાન નું મૃત્યુ થાય છે અને નાસૂરૂદ્દીન અહમદશાહ ગુજરાત ની ગાદીએ આવે છે 

અને પછી ગુજરાત માં નાસૂરૂદ્દીન અહમદશાહ નું શાસન આવે છે 

આમ મિત્રો આપડે આજે આ બ્લોગ માં એટલે કે(બ્લોગ-7) માં વાત કરી ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ની શરૂઆત વિષે અને તેની સ્થાપના કોણે કરી તેના વિષે હવે બીજા બ્લોગ માં એટલે કે(બ્લોગ-8) માં વાત કરીશું આગળ મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત વિષે અને નાસૂરૂદ્દીન અહમદશાહ વિષે જાણીશું .....................................................................................................................................નમસ્કાર

Post a Comment

0Comments

Post a Comment (0)