આપડે (બ્લોગ -10) માં વાત કરી મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના સુલતાન મુજ્જાફરશાહ ત્રીજા વિશે હવે આજે આપડે (બ્લોગ-11) માં વાત કરીશું મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના છેલ્લા સુલ્તાનો વિશે જેમાં સૌપ્રથમ બહાદુરશાહ નું નામ આવે છે
તો ચાલો મિત્રો આપડે શરૂ કરીએ મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના છેલ્લા સુલ્તાનો વિશે ની
માહિતી
મુજ્જાફરશાહ બીજા પછી ગુજરાત ની ગાદી પર બહાદુરશાહ નું નામ જાણવા મળે છે
બહાદુરશાહ નું સમયગાળો લગભગ(ઇ.સ-1526 થી 1537) માનવામાં આવે છે
બહાદુરશાહે માળવા અને ચિતોડ પર આક્રમણ કરી જીતી લીધા
આમ બહાદુરશાહે મળવા જીતુ હોવાને કારણે હુમાયુ બહાદુરશાહ નો વિરોધી બન્યો હતો
આમ બહાદુરશાહ ના સમય માં જ પોર્ટુગીઝઓ દ્વારા દીવ પર કબ્જો કરી લેવામાં આવ્યો
અને આખરે આના વિરોધમાં જ પોર્ટુગીઝઓ એ બહાદુરશાહ ની હત્યા કરી નાખી
અને ત્યાર બાદ ગુજરાત ની ગાદી પર મહેમુદ ત્રીજો આવે છે
મહેમુદ ત્રીજો-
મહેમુદ ત્રીજા નો સમયગળા ની જો વાત કરવામાં આવે તો (ઇ.સ -1537 થી 1554) માનવામાં આવે છે
મેહમૂદશાહ વિશે ગુજરાત ની ઇતિહાસ માં કાઈ ખાસ જાણકારી જોવા મળતી નથી પણ
મેહમૂદશાહ એ ગરીબો ને દાન આપવા માટે જાણીતો હતો તેવું જાણવા મળે છે
આમ મહેમુદશાહ પછી ગુજરાત ની ગાદી પર અહમદશાહ ત્રીજો આવે છે
અહમદશાહ ત્રીજો
અહમદશાહ ત્રીજાની વાત કરવા માં આવે તો તેનો સમયગાળો (1554 થી 1561) માનવામાં આવે છે
અહમદશાહ ત્રીજા ની પણ ગુજરાત ના ઇતિહાસ માં કાઈ ખાસ એવી માહિતી પ્રાપ્ત થતી નથી
પણ જાણવા મળે છે કે અહમદશાહ ત્રીજાના સમયગાળામાં જ પોર્ટુગીઝઓ દ્વારા દમણ ને કબ્જે કરવામાં આવ્યું હતું
આમ અહમદશાહ ત્રીજા પછી ગુજરાત ની ગાદી પર મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત નો છેલ્લો સુલતાન મુજ્જાફરશાહ ત્રીજો આવે છે
મુજ્જાફરશાહ ત્રીજો -
મુજ્જાફરશાહ ત્રીજાના સમયગાળા વાત કરવામાં આવે તો (ઇ.સ1561 થી 1572)
માનવામાં આવે છે
મુજ્જાફરશાહ ત્રીજા ને મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત નો છેલ્લો સુલતાન(શાસક) માનવામાં આવે છે
કારણ કે મુજ્જફરશાહ ત્રીજા ના સેનાપતિ ઇતિમાદ ખાન સાથે મુજ્જાફરશાહ ત્રીજા ના કોઈ માનમંતારા થતા વિવાદ સર્જાયો
અને વિવાદ માં મુજ્જાફરશાહ ત્રીજા ના સેનાપતિ ઇતિમાદ ખાને મુજ્જાફરશાહ ત્રીજા સાથે વેર વળવા દિલ્લી માં અકબર ને ગુજરાત લૂંટી લેવા અને ગુજરાત પર આક્રમણ કરવા માટેનું આમંત્રણ આપ્યું તે સમયે દિલ્લી માં મુઘલ સલ્તનત ના અકબર નું શાસન હોય છે તેથી
આમ અકબર ગુજરાત પાર આક્રમણ કરે છે અને મુજ્જાફરશાહ ત્રીજા ને હરાવે છે અને
ગુજરાત માં મુસ્લિમ સલ્તનત નો અંત આવે છે
અને ગુજરાત માં મુઘલ સલ્તનત ની શરૂઆત થાય છે
અને ગુજરાત માં મુઘલ સલ્તનત ના સ્થાપક અકબર ને માનવામાં આવે છે
તો મિત્રો આપડે આજે (બ્લોગ-11) માં જાણું ગુજરાત માં મુસ્લિમ સલ્તનત ના છેલ્લા સુલતાન અને ગુજરાત માં મુસ્લિમ સલ્તનત ના અંત વિશે અને હવે આપડે (બ્લોગ-12) માં જાણીશું ગુજરાત માં મુઘલ યુગ ની શરૂઆત કેવી રીતે થઈ તેના વિશે................................................................ ................................................................................................. નમસ્કાર
Post a Comment
0Comments