નમસ્કાર મિત્રો
આપડે (બ્લોગ-11) માં વાત કરી ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના અંત વિશે
હવે આપડે આજે (બ્લોગ-12) માં વાત કરીશું ગુજરાત માં મુઘલ સલ્તનત ની શરૂઆત વિષે
તો ચાંલ્લો મિત્રો આપડે શરૂ કરીએ ગુજરાત માં મુઘલ સલ્તનત ની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ તેના વિશે
મુઘલ સલ્તનત -
ગુજરાત માં મુઘલ સલ્તનત ની વાત કરવામાં આવે તો સૌપ્રથમ ભારતમાં મુઘલ સલ્તનત વિશે જાણવું પડે
ભારત માં મુઘલ સલ્તનત ની વાત કરવા માં આવે તો ભારત માં મુઘલ સલ્તનત ના સ્થાપક બાબર ને માનવામાં આવે છે
જ્યારે બાબર ઇ.સ 1526 માં હિન્દ પર આક્રમણ કરે છે ત્યારે ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસક મુજ્જાફરશાહ બીજા નું શાસન હોય છે
આમ બાબર પછી ભારત માં તેના પુત્ર હુમાયુ શાસન કરવા આવે છે
હુમાયુ ની નજર ગુજરાત માં પડે છે અને ગુજરાત પર આક્રમણ કરી ગુજરાત પર વિજય મેળવવાની
લાલસા રાખે છે અને અનેક આક્રમણ કરે છે ગુજરાત પર
ત્યારે તે ગુજરાત પર વિજય તો મેળવી લે છે પણ ગુજરાત નો માંળવા અને સૌરાષ્ટ્ર નો પ્રદેશ તે જીતી શકતો નથી
આમ જ્યારે મુઘલ સલ્તનત માં ભારત ની ગાદી પર હુમાયુ પછી તેનો પુત્ર અકબર શાસન માં આવે છે ત્યારે ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના શાસક મુજ્જાફરશાહ ત્રીજા નું શાસન હોય છે
અને મુજ્જાફરશાહ ત્રીજા ના સેનાપતિ ઇતિમાંદખાન સાથે કોઈ માનમંતર વિવાદ થવાના કારણે
તેનું વેર વળવા ઇતિમાંદખાને ભારત ના મુઘલ શાસક અકબર ને ગુજરાત પર ચઢાઈ કરવાનું આમંત્રણ આપ્યું અને તે માટે તે મદદ કરશે તે પણ જણાવ્યું
આમ અકબરે ગુજરાત નો દરિયા કિનારો અને બંદરો તેમજ બીજી ઘણી બધી બાબતો ને અનુલક્ષી
ને ગુજરાત ની સમૃદ્ધિ જાણી ગુજરાત પર ચઢાઈ કરી ગુજરાત વિજય કરવાનું વિચાયું
અને ઇ.સ-1572 માં અકબરે ગુજરાત પર ચઢાઈ કરી અને ગુજરાત માં મુઘલ સામ્રાજય નું આધિપત્ય સ્થાપ્યું
આમ ગુજરાત માં મુઘલ સલ્તનત ની શરૂઆત થઈ અને ગુજરાત માં મુઘલ સલ્તનત ના વાસ્તવિક સ્થાપક તરીકે અકબર ની ગણના થાય છે
આમ મુઘલ સલ્તનત નો પાયો ગુજરાત માં નાખવા માટે ઇતિમાંદખાને અકબર ની ગણી મદદ કરી હોવાને કારણે ગુજરાત નો વહીવટ ઇતિમાંદખાન ને સોંપ્યો
અને આમ ગુજરાત માં મુઘલ સલ્તનત નો પાયો નખાયો
અને ગુજરાત માં મુઘલ સલ્તનત ની શરૂઆત થઈ
તો મિત્રો આપડે આ (બ્લોગ-12) માં જાણ્યું કે ગુજરાત માં મુઘલ સલ્તનત ની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ હવે આપડે (બ્લોગ-13) માં જાણીશું મુઘલ સલ્તનત ના શાસકો વિશે .............. .......................................................................................................નમસ્કાર
Post a Comment
0Comments