ગુજરાતમાં મુઘલ સલ્તનત(ગુજરાત માં અકબર નું આગમન)(બ્લોગ-14)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો 
                   આપડે (બ્લોગ-12 અને 13) માં જાણ્યું કે ગુજરાત માંથી મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત નો અંત કેવી રીતે આવ્યો અને મુઘલ સામ્રાજ્ય(સલ્તનત) ની સ્થાપના કેવી રીતે થઈ તેના વિશે 
હવે આપડે આજે (બ્લોગ-14) માં વાત કરીશું ગુજરાત માં મુઘલ સલ્તનત ના વાસ્તવિક સ્થાપક તરીકે જાણીતા અકબર વિશે તો ચાલો મિત્રો શરૂ કરીએ 

અકબર(જલાલાઉદીન) -

મુઘલ શાસક અકબરની વાત કરવામાં આવે તો ગુજરાત માં વાસ્તવિક મુઘલ સલ્તનત ના સ્થાપક તરીકે જો ગણના થાય તો ત્યાં અકબર નું નામ આવે છે  
જયારે ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના છેલ્લા શાસક મુજ્જફરશાહ ત્રીજા ને તેના જ સેનાપતિ ઇતિમાંદખાન સાથે મળી મુજ્જાફરશાહ ત્રીજા ને હરાવે છે અને ગુજરાતમાં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત નો અંત લાવી મુઘલસલ્તનત નો પાયો અકબર દ્વાર નાખવામાં આવે છે 
અને સેનાપતિ ઇતિમાંદ ખાનને તેની મદદ કરવા બદલ ગુજરાત નો વહીવટ તેને સોંપે છે 
પણ અકબર ગુજરાત માંથી ફતેપુરસિકક્રી જતો હોય છે પણ એની જતાની સાથે ગુજરાત માં રાજકીય અસ્થિરતા સર્જાય છે 
જેથી અકબર 1573 માં ફરી ગુજરાત માં આવે છે અને ગૂજરાત માં પોતાનું આધિપત્ય સ્થાપે છે 
અને અકબર તે સમયે ગુજરાત માં તેના સૂબા તરીકે મિર્ઝા-અઝીઝ-કોકા ની નિમણૂંક કરે છે અને ગુજરાત નું શાસન તેના હાથમાં સોંપે છે 
આમ ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો મિર્ઝા-અઝીઝ-કોકા બને છે 
અકબર ના મહેસુલમંત્રી(નાણામંત્રી) ટોડરમલ હતા 
આમ મિર્ઝા-અઝીઝ-કોકા ના સમય માં જ અકબર ના નાણાંમંત્રી ટોડરમલ ગુજરાત ની મુલાકાત લે છે 
અને ટોડરમલ ગુજરાત માં તેમની નવી મહેસુલ પદ્ધતિ અમલમાં મૂકે છે 
અકબરના સમયમાં જ અમદાવાદ ના કાલુપુર ખાતે આવેલી શાહી ટંકશાળા માં મુઘલ શહેનશાહ નામના સિક્કા બનાવાની શરૂઆત થઈ હતી 
આમ અકબરે ગુજરાત વિજયની યાદમાં ફતેપુર સિકક્રી ખાતે બુલંદ દરવાજા બંધાવ્યા 
અકબરે પોતાના જીવન માં સૌપ્રથમ દરિયો ગુજરાતનો ખંભાત નો દરિયો જોયો હતો 
અને અકબરનું મૂળ નામ જલાલાઉદીન હતું     

તો મિત્રો આપડે આજે (બ્લોગ-14) માં જાણ્યું ગુજરાત માં મુઘલ સલ્તનત ના સ્થાપક અકબર ના
શાસન વિશે હવે આપડે (બ્લોગ-15) માં જાણીશું  મુઘલ સલ્તનત ના શાસક જહાંગીર વિશે ......
..............................................................................................................નમસ્કાર

Post a Comment

0Comments

Post a Comment (0)