નમસ્કાર મિત્રો,
આજે આપણે વાત કરીશું પશુ-પ્રેમ નિબંધ વિશે
આ પૃથ્વી પર મનુષ્ય તરીકે આપણે જન્મ લઈને આવ્યા છે દરેક સબંધ આપણ ને આપણાં જન્મની સાથે મળતો હોય છે જેમાં માતા-પિતા,દાદા-દાદી,ફોય-ફુઆ,કાકા-કાકી,મામાં-મામી દરેક સંબંધો આપના જન્મની સાથે જ આપણા ને મળી આવે છે તેને અલગ થી આપણને બનાવવા ની જરૂર પડતી નથી
પણ આ પૃથ્વી પર મનુષ્ય સાથે નો એક સબંધ એવો છે કે જે મનુષ્ય જન્મ ની સાથે લઈને આવતો નથી તે તેના જન્મ બાદ પોતાની જાતે અહીંયા આ પૃથ્વી પર લાગણી,પ્રેમ,કરુણા,દયા ના ભાવે બનાવતો હોય છે તે સબંધ એટલે "મિત્રતા"
મિત્રતાનો સબંધ માનવી પોતાની જાતે બનાવે છે જે એક અન્ય માનવી સાથે હોઈ શકે અથવા તો આ સૃષ્ટિમાં રહેતા અન્ય પશુ-પક્ષી સાથે પણ હોઈ શકે
મિત્રતાનો સબંધ માનવી ને માનવ સાથે બનાવવો ઘણો સહેલો છે પણ પશુ સાથે મિત્રતા કરવી એ સહેલી વાત નથી કારણ કે માનવી એ અન્ય માનવી સાથે વાત-ચીત કરી પોતાની લાગણી વ્યક્ત કરી પોતાની મિત્રતા નિભાવી શકે છે જ્યારે માનવી ને એક પશુ સાથે મિત્રતા કરવાની આવે ત્યારે તે પશુ ની પ્રદર્શિત લાગણી ને સમજવાની અને ત્યાર બાદ તેની ઉપર પ્રતિક્રિયા આપવાની હોય છે અને પોતાની મિત્રતા નિભાવવાની હોય છે પશુ અબોલા છે તે બોલી શકતા નથી પણ તે આપણને પ્રતિક્રિયા આપી સમજી પણ શકે છે અને સમજાવી પણ શકે છે
પશુ એકવાર જો કોઈ માનવ વ્યક્તિના મિત્ર બની જાય છે તો તે તેના મૃત્યુ સુધી તેના વફાદાર રહે છે તે પોતાના મિત્રની દરેક વાત માને છે તે માનવ મિત્ર કરતા પણ વધુ સમજુ વ્યવહારિકતાથી વર્તન કરે છે કારણ કે પશુ માં ક્યારેય માનવ જેવા ગુણો એટલે કે સ્વાર્થ,છળ, કપટ, જોવા મળતા નથી એટલેજ મનુષ્ય મિત્ર કરતા પશુ મિત્ર વધુ ચડિયાતા જોવા મળે છે
આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે આપના દેશ માં પશુપાલન વૈદિક કાળથી જ જોવા મળે છે ગાય,ભેંસ,બકરી,ઊંટ બળદ,ઘેટા જેવા પશુપાલન આપણાં દેશ માં વ્યાપક પણે જોવા મળે છે આ પશુઓ અલગ-અલગ રીતે તેમના રખેવાળની મદદ કરતા હોય છે અને રખેવાળ તેમના પાળેલા આ પશુઓનું ભરણ
પોષણ પોતાના ઘરના વ્યક્તિ જેવું કરતા હોય છે અને આ પશુ અને તેના રખેવાળ સાથે એક મૈત્રીપૂર્ણ સબંધ રચાઇ જાય છે તે છેક અંત સુધી એવો ને એવો જ જોવા મળે છે
આમ પશુઓ માં સૌથી વફાદાર પ્રાણી એટલે કૂતરાને માનવામાં આવે છે તે એક રોટલી ખવડાવતા તે ખવડાવનાર વ્યક્તિ નું ઋણ યાદ રાખે છે અને તે તેમની સાથે મૈત્રી પૂર્ણ વ્યવહાર કરે છે
જંગલ નો રાજા એવો હાવાજ સિંહ ને વાઘ જેવા ખુંખાર પ્રાણીઓ પણ લાગણી ની ભાષા સમજે છે રોમ ના જંગલ ની એક વાત છે ગુલામ એન્ડ્રોકલીજ નામનો એક વ્યક્તિ એકવાર જંગલમાં સંતાયો હોય છે અને ત્યાં એક સિંહ આવે છે તેના પગમાં કાંટો વાગ્યો હોય છે આ ગુલામ એન્ડ્રોકલીજ તે સિંહના પગ માંથી કાંટો કાઢી આપે છે અને ત્યાંથી જતો રહે છે ત્યાર બાદ ગુલામ એન્ડ્રોકલીજ ને ત્યાંની સરકાર પકડી લે છે અને ભૂખ્યા સિંહ ને જીવતો ખવડાવવા તેને પિંજરામાં પુરી દે છે અનાયાસે તે સિંહ જે કાંટો વાગ્યો હતો તેજ આવે છે અને તે ગુલામ એન્ડ્રોકલીજ ને ઓળખી લે છે અને તેની પાસે આવી તેની જીભ થી ચાટવા લાગે છે આમ એક ભૂખ્યો સિંહ પણ આ લાગણી ભાવ ને સમજે છે પોતાના જીવનદાતા ને ઓળખે છે અને તેને સેજ પણ હાનિ પોહચડતો નથી
તેથી જ પશુ એ મનુષ્યના મિત્રો છે તેમની સાથે ક્રૂર વ્યવહાર ન કરવો જોઈએ ઘણા લોકો પોતાના ફાયદા માટે તેમની પાસે બાંધ્યા મજૂરી કરાવે છે જમવાનું અપાતું નથી અને આખરે તેમને મૃત્યુ મળે છે ચામડા માટે સસલા નો શિકાર હાથીદાંત માટે હાથી નો શિકાર જેવા કેટલાય પ્રાણીઓના શિકાર કરવામાં આવે છે આ અયોગ્ય કાર્ય મનુષ્ય તરીકે આપણે ન કરવું જોઈએ
આપણે પશુ-પક્ષીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીએ આપણને અને આપના પરિવાર ને જેમ જીવવાનો અધિકાર છે તેમ પશુ-પક્ષી અને તેમના પરિવાર ને પણ જીવન જીવવાનો તેટલોજ અધિકાર છે આપણે આપણા સ્વાર્થ માટે અન્ય કોઈ પણ જીવ નો અધિકાર ન લેવો જોઈએ આપણે એક પ્રેમ અને કરુણા ભર્યું વાતાવરણ રચી આ પૃથ્વી ના દરેક જીવનું રક્ષણ કરવું જોઈએ
તો મિત્રો આ હતી વાત પશુ અને માનવ પ્રેમ વિશે હવે બીજા ટોપિક માં વાત કરીશું અન્ય નિબંધ ના વિષય સાથે.........
Post a Comment
0Comments