નમસ્કાર મિત્રો
આજે વાત કરીશું માતૃ-પ્રેમ નિબંધ વિશે
આ પૃથ્વી પરનું એક એવું માનવીય સ્વરૂપ જે હૃદયમાં હેત,લાગણી,કરુણા નો અપાર ભંડાર લઈ આવી આ પૃથ્વી પર ઈશ્વર કરતા પણ ચડિયાતું છે જે કોઈ ના માટે માં, કોઈ ના માટે માતા, કોઈ ના માટે અમ્મી, કોઈ ના માટે મમ્મી, કોઈ ના માટે બા જેવા અલગ-અલગ હેત ભર્યા શબ્દો થી સંબોધિત થતું આવ્યું છે નામ ભલે તેના અલગ-અગલ હોય પણ કામ તેના આ પૃથ્વી પર પોતાના બાળક માટે એક જેવા જ હોય છે
માં ની મમતા એટલે એવું નહીં કે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપ્યા પછી જ તે મમતાવાંન જોવા મળે આ વાત એ માતા માટે બંધ-બેસતી નથી કારણ કે સ્ત્રી એ જન્મ-જાત અપૂર લાગણી અને મમતા થી ભરપૂર આ પૃથ્વી પર મોકલવામાં આવતી હોય છે આતો જ્યારે તે પોતાના બાળક ને 9 મહિના પોતાના ગર્ભમાં ધારણ કરી તે બાળક ને આ વિશ્વમાં લાવે છે ત્યારે તે બાળક સાથે તેનો પણ નવો જન્મ આ વિશ્વ માટે થયો છે તેમ કહેવાય છે કારણ કે તે સ્ત્રી જન્મજાત લાગણી અને મમતાથી ભરપૂર હવે તે એક જીવની માતા બની ગઈ છે તેને તે બાળક ને આ વિશ્વમાં લાવી હવે તે બાળક ની જન્મદાતા બની ગઈ છે હવે તે બાળક ની સર્વસ્વ છે તે બાળક પણ માતા ના ગર્ભમાં રહી તે માતા ને જ ઓળખે છે અને તેના માટે આ વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા તે તેની માતા છે
માતૃ-પ્રેમ એ લગભગ શબ્દો થી વ્યક્ત કયારેય ના થઇ શકે કારણ કે તમે ગમે તેટલું અથાગ પ્રયત્ન કરો પણ માં ની મમતા માતૃપ્રેમ એ એક આંતરિક એહસાસ હોય!
એ શબ્દો થી વ્યક્ત કરી તેને મૂલવી શકાય નહીં
આમ માતૃપ્રેમ એક સમાજ ની દ્રષ્ટિ અને એક માં પોતાના બાળક માટે ક્યાં ક્યાં સુધી સુ-સુ કરતા જોવા મળે છે તેના માટે જો વાત કરવામાં આવે તો એક માં પોતાના બાળક માટે દિવસ-રાત એક કરી નાખે છે તે પોતાના બાળક ના દરેક દુ:ખમાં આગળ હોય છે પોતે પેટે પાટા બાંધીને પોતાના બાળક નું પેટ ભરે છે પુત્ર જો કપુત્ર જેવો પાક્યો હોય તો પણ માં ની મમતા ડગમગતી નથી તેના માટે તો તેનો પુત્ર જ સૌથી પહેલા આવે આ માતા નો માતૃપ્રેમ પોતાના બાળક માટે ક્યારેય મરતો નથી
આંમ એક માતા પોતાના બાળક ના જીવન ની દિશા ચીંધનાર પ્રથમ માર્ગદર્શક છે તે તેના બાળક ની પ્રથમ ગુરુ છે તે પોતાના બાળકને અનહદ પ્રેમ,હેત અને લાગણી ની વર્ષા આપી તેના જીવનને ઉજ્જવળ દિશા આપે છે અને તેની માતા તરીકે ની ફરજ તે પોતાના જીવનના અંત સુધી નિભાવતી જ રહે છે કોઈપણ પરિસ્થિતિ માં તેનું માતા નું કર્તવ્ય ક્યારેય તે ચૂકતી નથી અને તે ક્યારેય કોઈપણ જાત ની ફરિયાદ કર્યા વિના બસ પોતાના માતૃત્વના કર્તવ્યના પથ ઉપર ચાલતી જ રહે છે......
એટલે જ કહેવાય છે
માં ની આગળ ઈશ્વર ને પણ નમન કરવું પડે!
અને એ વાત પણ સત્ય છે આ દુનિયા માં દરેક લોકો ને માતૃ-પ્રેમ મળતો નથી એટલે જ જે લોકો ને પોતાના જીવનમાં માતૃપ્રેમ મળ્યો છે તેને સૌથી વધુ નસીબદાર કહેવામાં આવે છે તેંમને આ માતૃપ્રેમ ની કદર કરી ઈશ્વર થી પેહલા તેમની માતા ને નમન કરવું જોઈએ
તો મિત્રો આ હતી વાત માતૃપ્રેમ અંગે હવે આગળ નવા ટોપિક સાથે મળીશું.........નમસ્કાર...............
Post a Comment
0Comments