ભૂચરમોરી નું યુદ્ધ (બ્લોગ-13)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો 
              આપડે (બ્લોગ-12) માં વાત કરી ગુજરાત માં મુઘલ સલ્તનત ની સ્થાપના અને શરૂઆત વિશે પણ આજે આપણે (બ્લોગ-13) માં વાત કરીશું મુઘલ સલ્તનત ની શરૂઆત સાથે ગુજરાત માં તે સમય નું સૌથી મોટું યુદ્ધ તરીકે જાણીતું ભૂચરમોરી ના યુદ્ધ વિશે તો ચાલો મિત્રો શરૂ કરીએ 

ભૂચરમોરી - 

ભૂચરમોરી ના યુદ્ધ વિશે જો વાત કરવામાં આવેતો ગુજરાત માં મુસ્લિમ સ્વતંત્ર સલ્તનત ના અંતિમ શાસક મુજ્જાફરશાહ ત્રીજાના સેનાપતિ ઇતિમાંદખાને મુજ્જાફરશાહ ત્રીજા સાથે કોઈ માનમંતર વિવાદને કારણે તેનું વેર વાળવા દિલ્હી માં તે સમયે ચાલી રહેલા મુઘલ શાસક અકબર ને ગુજરાત પર આક્રમણ કરી ગુજરાત ની લૂંટી લેવાનું આમંત્રણ આપ્યું અને તે માટે અકબર ની મદદ કરવાનું પણ જણાવ્યું આમ અકબરે ગુજરાત ની સમૃદ્ધિ ને જોઈ ગુજરાત પર આક્રમણ કર્યું 
આ સમયે મુજ્જફરશાહ ત્રીજો પોતાના જ સેનાપતિ એ તેની સાથે દગો કર્યો હોવાથી તે નબળો બન્યો 
અને આમતેમ ભાગતો ફરતો હતો ત્યારે તે ભાગતા ભાગતા નવાનગર એટલે કે આજનું જામનગર 
ના રાજવી જામ સતાજી ના શરણે આશ્રય લેવા ગયો હતો 
અને નવાનગર(જામનગર) ના રાજવી જામ સતાજી એ મુજ્જફરશાહ ત્રીજા ને આશ્રય આપ્યો અને તેને બરડા ડુંગર માં આશ્રય આપી છુપાવ્યો 
પણ આ વાત ની જાણ અકબર ના તે સમય ના ગુજરાત ના સૂબા મિર્ઝા-અઝીઝ-કોકા ને થતા
મિર્ઝા-અઝીઝ-કોકા નવાનગર(જામનગર) ના રાજવી જામ સતાજી ની સેના સાથે જામનગર ના ધ્રોલ ખાતે યુદ્ધ કરે છે 
અને આજ ધ્રોલ ખાતે ખેલાયું યુદ્ધ ભૂચરમોરી ના નામે ઓળખવામાં આવે છે  
આ યુદ્ધ ઘણું મોટું ગુજરાત નું યુદ્ધ બને છે 
અને આ યુદ્ધ પછી આખા ગુજરાત માં મુઘલ સામ્રાજ્ય(શાસન) ની શરૂઆત થાય છે  

અને અત્યારે આજના સમયમાં  ગુજરાત ના જામનગર ના ધ્રોલ ખાતે ગુજરાત સરકારે શહીદવન ની રચના પણ કરી છે

તો મિત્રો આપડે આજે આ (બ્લોગ-13)માં વાત કરી ગુજરાત માં થયેલા ભૂચરમોરી ના યુદ્ધ વિશે 
હવે આપડે (બ્લોગ-14) માં વાત કરીશું મુઘલ સલ્તનત ના શાસક અકબર વિશે ...................
........................................................................................................નમસ્કાર  

Post a Comment

0Comments

Post a Comment (0)