ગુજરાત માં મુઘલ સલ્તનત(જહાંગીર નું શાસન)(બ્લોગ-15)

milupedia
Milankumar shah
0
નમસ્કાર મિત્રો 
               આપડે (બ્લોગ-14) માં વાત કરી ગુજરાત માં મુઘલ સલ્તનત ના બાદશાહ અકબર વિશે 
હવે આપડે આજે (બ્લોગ-15) માં વાત કરીશું ગુજરાત માં બીજા મુઘલ સલ્તનત ના શાસક જહાંગીર વિશે તો ચાલો મિત્રો શરૂ કરીએ 

જહાંગીર(ઉર્ફે સલીમ) -



મુઘલ બાદશાહ જહાંગીર વિશે વાત કરવા માં આવે તો મુઘલ બાદશાહ જહાંગીર નું બીજું નામ(સલીમ) હતું 
જહાંગીર ના શાસનકાળ દરમિયાન ગુજરાત માં તેના સૂબા તરીકે કુલીઝખાન,વિક્રમજીત,મૂર્તઝાંખાન,
મીરઝ્ઝા-અઝીઝ-કોકા,અબ્દુલખાન ફિરોઝ જંગ, મુકરબખાન,શાહજહાં દાવારબક્ષ, ખાનજહાંલોદી,
જેવા સૂબાઓ હતા 
જેમાં મૂર્તઝાંખાન બુખારી(ઉર્ફે શેખ ફરીદ) નામના જહાંગીર ના સૂબા એ ગુજરાત ના કડી ખાતે કડી ના કિલ્લા નું નિર્માણ કરાવ્યું હતું 
અને અમદાવાદ માં બુખારી મોહલા ની રચના કરાવી હતી
   
મીરઝ્ઝા-અઝીઝ-કોકા ના સમય માં જે ગુજરાત જે મોટો વિદ્રોહ થયો હતો (એટલે કે મીરઝ્ઝા-અઝીઝ-કોકા અને નવા નગર ના રાજવી જામ સતાજી વચ્ચે જે ભૂચર મોરી નું યુદ્ધ ખેલાયું) આ 
યુદ્ધ નું દમણ ટોડરમલ ના પુત્ર ગોપીનાથે કર્યું હતું  

જહાંગીરના સૂબા મુકરબખાન ના સમય માં જહાંગીરે ગુજરાત ની મુલાકાત લીધી હતી 
અને ગુજરાત ના ખંભાત ના દરિયાનું દર્શન કર્યું હતું 
આમ જ્યારે જહાંગીર ગુજરાત ની મુલાકાતે આવે છે અને તેની સાથે જ ગુજરાત ના સૂબા તરીકે તે તેના પુત્ર શાહજહાં ની નિમણુંક પણ કરે છે અને ગુજરાત નો સૂબો શાહજહાં બને છે 
અને ગુજરાત નું શાસન તેના પુત્ર શાહજહાં ને સોંપી તે આગ્રા(દિલ્હી) જવા રવાના થાય છે 
અને રસ્તા માં તેને મીરકીનો રોગ લાગે છે અને પોતાનો આગ્રા જવાનો પ્રવાસ રોકે છે 
અને ગુજરાત ના અમદાવાદ માં રહે છે  
આ સમયે જહાંગીર અમદાવાદ ને ગરદાબાદ ધૂળયુ શહેર એવું કહે છે 
આમ ઇ.સ 1608 માં જહાંગીર ના દરબાર માં કપ્તાન હોકીન્સ આવે છે(હેક્ટર નામના જહાજમાં)
જે ગુજરાતના સુરત બંદરે ઉતરે છે
પણ જહાંગીરે આમને વેપાર કરવાની પરવાનગી આપી નહીં 
અને ઇ.સ 1613 માં સર-ટોમાન-રો ઈંગ્લેન્ડ ના રાજા જેમ્સ પ્રથમ ના દૂત બની જહાંગીર ના દરબરમાં આવે છે  
સર-ટોમાન-રો ને જહાંગીરે વેપાર કરવાની પરવાનગી આપતા ઇ.સ-1613 માં અંગ્રેજો સૌપ્રથમ ગુજરાત ના સુરત ખાતે અંગ્રેજો બ્રિટિશ-ઇસ્ટ-ઇન્ડિયા કંપનીની પ્રથમ વેપારી 
કોઠી(ફેક્ટરી) સ્થાપે છે 
આમ ઇ.સ 1616 માં ડચ વેપારીને પણ જહાંગીરે વેપાર કરવાની પરવાનગી વડોદરા તેમજ અમદાવાદ માં આપી હતી 
ગુજરાત ની યાદ માં જહાંગીરે ધાતુ ના સિક્કા બનાવ્યા હતા 
મુઘલ ચિત્રકલા જહાંગીર ના સમયમાં ચરમસીમાએ હતો એટલે જહાંગીરનો સમય ચિત્રકાળનો સુવર્ણયુગ કહેવામાં આવે છે 
આમ ઇ.સ 1627 માં ભીમવાર નામના સ્થળે જહાંગીર નું મૃત્યુ થયું 
અને શાહદારા(લાહોર) ખાતે રાવી નદીના કિનારે દફનાવામાં આવ્યો 
જહાંગીર ના મકબરાનું નિર્માણ તેની બેગમ નૂરજહાં એ કરાવ્યું  
આમ જહાંગીરના પાંચપુત્રો હતા 
1)ખુશરો 2) પરવેઝ 3)ખુરેમ(શાહજહાં) 4)શાહરિયાર 5) જહાંદર 
આમ 
જહાંગીર પછી ગુજરાત માં તેના પુત્ર ખુરેમ(શાહજહાં) નું શાસન આવે છે 

તો મિત્રો આપડે આજે (બ્લોગ-15) માં જાણિયું ગુજરાત મુઘલ સલ્તનત ના શાસક જહાંગીર વિશે હવે આપડે (બ્લોગ-16) માં જાણીશું ગુજરાત મુઘલ સલ્તનત ના શાસક શાહજહાં વિશે ...........
..............................................................................................................નમસ્કાર  

Post a Comment

0Comments

Post a Comment (0)