નિબંધ સાહિત્ય સ્વરૂપ નો ઉદ્દભવ

milupedia
Milankumar shah
1
નિબંધ શુ છે? કેવી રીતે લખાય છે?
નિબંધ નામનું સાહિત્ય સ્વરૂપ ગુજરાતી ભાષામાં કેવી રીતે આવ્યું?
ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો હશે? 
આવો વિચાર આપણને આવો જોઈએ ?

         તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ ગુજરાતી ભાષામાં નિબંધ વિષે.............
            નિબંધ શબ્દ બે શબ્દો થી બનેલો છે નિ+બંધ જેનો અર્થ થાય સુવ્યવસ્થિત રીતે બંધાયેલી રચના
એટલે કે જે કોઈ રચના જે કોઈ વસ્તુ નું વર્ણન વિચાર પૂર્વક ક્રમબુદ્ધ પણે યોગ્ય રીતે યોગ્ય માળખા ને અનુરૂપ લખાયેલ હોય સાથે તેના શબ્દોની મર્યાદાને ધ્યાને રાખી લખવામાં આવે તે નિબંધ       
         નિબંધના વિષય ની જો વાત કરવામાં આવે તો નિબંધ એ ગુજરાતી ભાષાની ગદ્ય રચના હોવાથી તે કોઈપણ વિષય ને ધ્યાને લઈ લખી શકાય કારણકે જીવન ના બધા જ ક્ષેત્રોમાં એક સફળ વિચાર અને વમર્શ ની આવશ્યકતા હોય છે અને આ સફળ વિચાર અને વિમર્શ એ નિબંધ સાહિત્ય સ્વરૂપ પૂરું પાડે છે 
          આમ આજે સામાજિક,આર્થિક,રાજકીય,અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ગણા બધા નિબંધ-લેખન કર્યો થઈ રહ્યા છે એટલે જ સંસારના દરેક વિષય દરેક વસ્તુ દરેક વ્યક્તિ એ નિબંધ નું કેન્દ્ર થઈ શકે તેમ કહી શકાય
 
નિબંધ કેવી રીતે લખવો/ધ્યાનમાં રાખવાના મુદ્દા,-
               1)જે વિષય ઉપર નિબંધ લખવા જઈ રહ્યા છો તે વિષય ઉપર પેહલા ઊંડો વિચાર કરવો
               2)તે વિચાર ને અલગ-અલગ મુદ્દા માં વેહચવું જેમકે ◆પ્રસ્તાવના ◆મધ્યભાગ(બનતી ઘટના કે કથન) ◆ઉપસંહાર
               3)વિચાર ક્રમ-બુદ્ધ બને તેની કાળજી રાખવી અને લેખન કાર્ય આગળ વધારવું
               4)વિચાર પુનરાવર્તન ન પામે તેનું ધ્યાન રાખવું એક નું એક વાક્ય ફરી વાર ન આવે તેની કાળજી રાખવી
               5)ભાષા સુવ્યવસ્થિત સરળ અને સ્પષ્ટતા પૂર્વક વર્ણવેલી હોવી જોઈએ
               6)વ્યાકરણ અને ભાષા સબંધિત ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું અને કોઈપણ પ્રકાર નું કથન તેના યોગ્ય સ્થાને જોડવું
               7)લખ્યા પછી તેને વાંચવું અને જરૂરી સુધારા જણાય તો કરવા(બને ત્યાં સુધી સુધારા ન કરવા પડે તેનું ધ્યાન રાખવું)
               8)અને જો સુધારા થાય અને જો સમય વધુ હોય તો ફરી થી સુંદર અક્ષરોમાં સુવ્યવસ્થિત પણે લખવું
              9)નિબંધ વધુ માં વધુ 200 કે 250 શબ્દોથી વધુ ન બને તેનું ધ્યાન રાખવું એટલે કે પરીક્ષામાં એક અથવા દોઢ પેજ
             10)નિબંધ નું શીર્ષક યોગ્ય વ્યવસ્થિત બને તેનું ધ્યાન રાખવું બને તો હાઈલાઈટ(અંડર-લાઇન) થી દર્શાવવું

ગુજરાતી ભષામાં નિબંધ નો ઉદ્દભવ અને ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ-
                ગુજરાતી ભાષામાં નિબંધ નો ઉદ્દભવ સૌ-પ્રથમ મધ્યકાલીન યુગ પછી સુધારક યુગમાં થયો તેમ કહી શકાય એટલે કે લગભગ ઇ.સ-1830 પછી આ સમય માં અંગ્રેજો આપણા ભારત માં કોલેજો ની સ્થાપના કરતા જોવા મળે છે અને આ કોલેજો માં વિદેશમાંથી ઘણા બધા સાહિત્ય પ્રકારો આપના ગુજરાતી સાહિત્ય માં આવે છે એટલે આપણું ગુજરાતી સાહિત્ય એ પદ્ય માથી ગદ્ય માં આવે છે 
એટલે મધ્યકાલ પછી સુધારક યુગ માં નિબંધ જેવું સાહિત્ય સ્વરૂપ આપના ગુજરાતી સાહિત્યમાં આવે છે

ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ અને તેના સર્જક-
                     ઇ.સ-1848 માં ગુજરાત વર્નક્યુલર સોસાયટીની સ્થાપના સમાજ સુધારણા માટે થઈ એજ વર્ષે આ સોસાયટી દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સુધારક યુગના મહાન કવિ દલપતરામએ ભાગ લીધો અને ગુજરાતી ભાષા ગદ્ય માં તેમને પોતાની કલમ ચલાવી ગુજરાતી ભાષાને તેનો પ્રથમ નિબંધ આપ્યો "ભૂત-નિબંધ"
 આ "ભૂત-નિબંધ" એ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ બને છે
તે સમયે ગુજરાત માં ભૂત-પ્રેત અંગેની અંધશ્રદ્ધા વિશે આ નિબંધ દ્વારા કટાક્ષ કરવામાં આવે છે  

તો મિત્રો આજે આપણે આ લેખ માં માધ્યમ થી જાણ્યુ કે નિબંધ એટલેશું,નિબંધ કેવી રીતે લખવો,અને નિબંધ નો ગુજરાતી ભાષામાં ઉદ્દભવ અને ગુજરાતી ભાષા નો પ્રથમ નિબંધ હવે બીજા લેખમાં આપણે વાત કરીશું અલગ-અલગ નિબંધ વિષે નમસ્કાર.................

Post a Comment

1Comments

Post a Comment